ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને ધમકી મળી છે. અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકી મળી છે. તેની પાસેથી 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

Top Stories India
Mukesh Ambani સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

મુંબઈઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને ધમકી મળી છે. અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકી મળી છે. તેની પાસેથી 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ મેઇલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે FIR નોંધી છે. તપાસ કરવામાં આવી રહી છે કે ધમકી આપનાર કોણ છે? ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.” આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગે મારી નાખવાની ધમકી આપી છે. તેના પગલે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાન તેથી ગાડી પણ બુલેટપ્રુફ વાપરે છે. તેના પછી અન્ય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સુરક્ષા વ્યવસ્થા પણ વધારે સઘન કરવામાં આવી છે. તેના પર પણ જોખમ તોળાતું હોવાનું માનવામાં આવે છે. તેના પગલે તેમના સુરક્ષા કવચમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ ખંડણી માટે ધમકી આપવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી


આ પણ વાંચોઃ ASSAM/ ‘સરકારી કર્મચારીઓને બીજા લગ્ન કરવાનો અધિકાર નથી, જો ધર્મ પરવાનગી આપે તો…’

આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝામાં યુદ્ધને તાત્કાલિક રોકવા UNમાં ઠરાવ પસાર, ભારત સહિત 45 દેશોએ મતદાનથી દૂર

આ પણ વાંચોઃ Chandra Grahan/ 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ