World News/ લેબેનોનમાં ફરી યુદ્ધ ભીષણ બન્યું, ઇઝરાયલે 300 ગામો ખાલી કરાવી ઝહરાની નદી પાર જવા આદેશ

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ તૂટતાં દક્ષિણ લેબેનોનમાં(Lebanon) સ્થિતિ વણસી છે. ઇઝરાયલી સેનાએ 300 ગામો ખાલી કરાવીને ગ્રાઉન્ડ ઓપરેશન વધુ તેજ કર્યું છે. વાંચો આંતરરાષ્ટ્રીય યુદ્ધનો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Lebanon

Benjamin Netanyahu Combat Zone:  ઇઝરાયલ(Lebanon) અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ ફરી એકવાર સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ઇઝરાયલી સેનાએ (IDF) દક્ષિણ લેબેનોનના એક વિશાળ વિસ્તારને ‘કોમ્બેટ ઝોન’ જાહેર કરીને ત્યાં વસતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. સેનાએ નાગરિકોને સરહદથી આશરે 40 કિલોમીટર દૂર આવેલી ઝહરાની નદીની ઉત્તરે જતા રહેવા જણાવ્યું છે. 17 April ના રોજ યુદ્ધવિરામ અમલમાં આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઇવેક્યુએશન ઓર્ડર છે, જે લેબેનોનના અંદાજે 14 ટકા વિસ્તારને આવરી લે છે.

300 થી વધુ ગામડાઓ પ્રભાવિત, ઇઝરાયલની ચીમકી

ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પર વારંવાર યુદ્ધવિરામનું (Lebanon) ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેઓ હવે આ વિસ્તારમાં અત્યંત આક્રમક બળ સાથે લશ્કરી કાર્યવાહી કરશે. આ ચેતવણી બાદ ઇઝરાયલે દક્ષિણના મોટા શહેર તાયર (Tyre) પર જોરદાર એરસ્ટ્રાઇક કરી છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં 9 વખત વિસ્તાર ખાલી કરવાની ચેતવણીઓ જાહેર કરાઈ છે. આ આદેશથી લગભગ 300 નગરો અને ગામડાઓ પ્રભાવિત થયા છે. રેડ ક્રોસ (ICRC) ના જણાવ્યા અનુસાર, સિદોન (Sidon) શહેરમાં હવે વિસ્થાપિતો માટે જગ્યા બચી નથી, તેથી લોકોને બેકા વેલી અને માઉન્ટ લેબેનોન તરફ જવા અપીલ કરાઈ છે.

નેતન્યાહુએ ગ્રાઉન્ડ ઓપરેશન વધારવાની કરી જાહેરાત(Lebanon)

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે, ઇઝરાયલી(Lebanon) સેના દક્ષિણ લેબેનોનમાં પહેલેથી કબજે કરેલી જમીનની સરહદથી પણ આગળ વધીને પોતાનું ઓપરેશન વ્યાપક બનાવી રહી છે. આ ગંભીર સૈન્ય ગતિવિધિઓને કારણે અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો જોખમમાં મુકાઈ ગઈ છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 2 March થી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં આશરે 3213 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઇઝરાયલના 23 સૈનિકો અને 4 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.


આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા, અમેરિકાનો ઈરાન પર 3 દિવસમાં બીજો મોટો હુમલો

આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન

આ પણ વાંચો: ફ્રાન્સમાં બેંક મેનેજરે પ્રેમિકાને બ્લેકમેલ કરી 487 પુરુષો પાસે મોકલી, કોર્ટે આપી 25 વર્ષની જેલ