Gujarat News: ગુજરાતના શહેરી રાજકારણમાં મહિલાશક્તિનો દબદબો વધુ મજબૂત બન્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી 8 મહાનગરપાલિકામાં મહિલા મેયરો (Gujarat Women Mayors)ની વરણી થતાં સ્થાનિક સ્વરાજની રાજનીતિમાં મહિલા નેતૃત્વને નવી ઓળખ મળી છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં 33 ટકા મહિલા અનામત લાવવા માંગે છે, તે ફક્ત વાતો જ નથી પણ હકીકત છે તેનો પુરાવો ગુજરાત ભાજપે 15માંથી 8 મનપામાં પાંચ મેયર નીમીને આપી દીધો છે.
તાજેતરમાં વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગે મહિલાઓને શહેરના પ્રથમ નાગરિક (Gujarat Women Mayors) તરીકે પસંદ કરવામાં આવી છે. રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ નિર્ણયને મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ઉત્કર્ષ અને મહિલા (Gujarat Women Mayors) સંપ્રભુત્વની વાત કરી રહ્યા છે તે ફક્ત વાતો જ નથી, પણ તે દિશામાં ખરેખર થઈ રહેલો પ્રયાસ છે. સામાન્ય રીતે રાજકારણને મહિલા માટે અછૂતુ ક્ષેત્ર માનવામાં આવે છે, પરંતુ અહીં તો પીએમ મોદીએ મહિલાઓને રાજકારણમાં હિસ્સેદાર બનાવવાની વાત કરી છે. તેમનું માનવું છે કે દેશની અડધી વસ્તી જેની હોય તેને રાજકારણમાં પ્રતિનિધિત્વ જ ન હોય તે વાત ક્યાંથી ચાલે.
રાજકારણમાં મહિલાઓને સહભાગી બનાવીને દેશને વિકાસની કેડી પર આગળ લઈ જવાના પીએમ મોદીના વિઝનને ભાજપે ઉપાડી લીધું છે. આમ હિંદુત્વની પ્રયોગશાળા બનેલું ગુજરાત હવે મહિલા શક્તિના ઉદભવની પણ પ્રયોગશાળા બની રહ્યું છે. આ મહાનગરપાલિકામાં થયેલી નિમણૂકને આગામી વિધાનસભા અને 2029માં યોજાનારી લોકસભા ચૂંટણી પૂર્વેના મહિલા હિસ્સેદારીનો મોટો પ્રયોગ માનવામાં આવી રહ્યો છે.
આ 8 મહાનગરપાલિકામાં મહિલા મેયરો (Gujarat Women Mayors)ની વરણી
સુરત મહાનગરપાલિકા
સુરત મહાનગરપાલિકામાં માયાબેન માવાણી નવા મેયર બન્યા છે. જ્યારે સુધાકાર ચૌધરીને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
વાપી મહાનગરપાલિકા
વાપી મનપાના નવા મેયર તરીકે દક્ષા પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓનું સુકાન સંભાળશે.
ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર શહેરના નવા મેયર તરીકે ઉષા તલરેજાના નામની જાહેરાત કરવામાં આવી છે.
આણંદ મહાનગરપાલિકા
આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે કમલેશ ડાભી ડેપ્યુટી મેયર બન્યા છે.
વડોદરા મહાનગરપાલિકા
વડોદરામાં ગીતા મકવાણા મેયર અને આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર તરીકે પસંદ થયા છે.
મહેસાણા મહાનગરપાલિકા
મહેસાણા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સોનલબેન ઓઝા શહેરના સર્વપ્રથમ મેયર બન્યા છે, જેને લઈને શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગાંધીધામ મહાનગરપાલિકા
ગાંધીધામ મનપામાં પણ મેયર સહિતના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહિલા નેતૃત્વને મહત્વ આપવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા
જામનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે મોનીકા વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી છે.
મહિલા નેતૃત્વને નવી દિશા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. 15માંથી 8 મહાનગરપાલિકામાં મહિલા મેયર (Gujarat Women Mayors) બનતા હવે મહિલાઓ માત્ર રાજકીય હાજરી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ શહેરોના વિકાસ અને વહીવટમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
રાજકીય વિશ્લેષકોના મત મુજબ, મહિલા (Gujarat Women Mayors) નેતૃત્વ શહેરોમાં સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપી શકે છે. આ બદલાવ આગામી સમયમાં રાજ્યના શહેરી વિકાસમાં નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં નવા મેયર-ડેપ્યુટી મેયરના નામો 19 તારીખે જાહેર થઈ શકે
આ પણ વાંચો:અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ અને ઉમેદવારોની યાદીની જાહેરાત
