ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. માત્ર સ્વાસ્થ્ય જ નહી પરંતુ ઘણી વખત તે તમારા વાહન માટે પણ ખતરનાક બની શકે છે.
ચીનમાં ધુમ્રપાનનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.
ઉત્તર-પૂર્વી ચીનમાં ડ્રાઈવરની લાપરવાહીને લીધે આ મામલો સામે આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ફૂજીયન જીલ્લામાં એક ટ્રકના ડ્રાઈવરની ભૂલને લીધે ટ્રકમાં આગ લાગી હતી.
જો કે સમયસર આસપાસના લોકો ભેગા થઇ જતા આગ પર કાબુ મેળવાયો હતો.
ડ્રાઈવરે આ આગ મામલે કહ્યું હતું કે તે સિગરેટ પી રહ્યો હતો અને ત્યારબાદ તેણે બારીમાંથી બહાર ફેંકી હાથી. હવાના લીધે એવું બની શકે છે કે સિગરેટ ટ્રકના પાછળના ભાગમાં પડી ગઈ અને આગ લાગી ગઈ.
જો કે આ આગને લીધે કોઈ જાન-હાનિ થયા હોવાના સમાચાર મળ્યા નથી.
