ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતીય ગોલ્ફર આદિત અશોકની યાત્રા સમાપ્ત થઈ. ખરાબ હવામાનથી પ્રભાવિત ગોલ્ફ ઇવેન્ટમાં ચોથા રાઉન્ડમાં ત્રણ-અંડર 68 સ્કોર કર્યા બાદ અદિતિ અશોક ચોથા સ્થાને રહી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો : દીપક પુનિયાના કોચે હાર બાદ રેફરી પર કર્યો હુમલો, હવે ઓલમ્પિકથી થયા બહાર
પીએમ મોદીએ કહ્યું કે અદિતિ અશોક, તમે સારું રમ્યા. તમે ટોક્યો ઓલિમ્પિક્સમાં જબરદસ્ત કૌશલ્ય અને નિશ્ચય દર્શાવ્યો હતો. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
Well played @aditigolf! You have shown tremendous skill and resolve during #Tokyo2020. A medal was narrowly missed but you’ve gone farther than any Indian and blazed a trail. Best wishes for your future endeavours.
— Narendra Modi (@narendramodi) August 7, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, અદિતિ અશોક સારી રીતે રમ્યા! ભારતની અન્ય પુત્રીએ છાપ ઉભી કરી! આજના ઐતિહાસિક પ્રદર્શન સાથે, તમે ભારતીય ગોલ્ફને નવી iઊંચાઈઓ પર લઈ ગયા છો. તમે ખૂબ જ શાંતિથી અને સુંદર રીતે રમ્યા છે. પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન.
આપને જણાવી દઈએ કે અદિતિ અશોકે સારી શરૂઆત કરી હતી પરંતુ પાછળથી તે પાછળ રહી ગઈ. જોકે, તેની રમતએ દરેકને પ્રભાવિત કર્યા હતા. અદિતિ અશોક પાસે મેડલ જીતવાની અપેક્ષા હતી, જોકે તે ખરાબ હવામાનથી પ્રભાવિત રમતમાં પાછળ પડી ગઈ અને ચોથા સ્થાને રહી.
મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લે ગોલ્ફ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ અમેરિકાની ગોલ્ફર નૈલી કોર્ડાના ખાતામાં ગયો છે. હવે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ માટે જાપાનની નોમી ઇનામી અને ન્યૂઝીલેન્ડની લેડિયા વચ્ચે મુકાબલો થશે.
આ પણ વાંચો :Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક દૂર થયું જોકે થોડી કલાકોમાં પાછું મળ્યું
ઓલિમ્પિકમાં ગોલ્ફનું પર્દાપણ 1900ની પેરિસ ગેમ્સમાં થયું હતું. આ રમત આગામી સીઝનમાં પણ ઓલિમ્પિકનો ભાગ રહી. પરંતુ ત્યારબાદ ઓલિમ્પિકમાં આ રમત જોવા મળી નહીં. આખરે 112 વર્ષ બાદ 2016માં રિયો ઓલિમ્પિકમાં ગોલ્ફની વાપસી થઈ હતી. રિયોમાં શિવ ચોરસિયા, અનિર્બાન લાહિડી અને અદિતિ અશોકે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યુ હતું. ટોક્યો ઓલિમ્પિકમાં અદિતિ સિવાય ત્રણ અન્ય ગોલ્ફરો (અનિર્બાન લાહિડી, ઉદયન માને અને દીક્ષા ડાગર) ને તક મળી હતી.
આ પણ વાંચો :ભારતીય મહિલા હોકી ટીમની હાર પર શાહરૂખ ખાને કર્યો હૃદયસ્પર્શી ટ્વીટ,સોશિયલ મીડિયા પર વાયરલ
મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી (29 માર્ચ, 1998- બેંગલુરૂમાં) ગોલ્ફર અદિતિ અશોકે માત્ર 5 વર્ષની ઉંમરમાં ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ ત્યારે બેંગલુરૂમાં માત્ર ત્રણ ગોલ્ફ કોર્સ હતા. પુત્રીની ગોલ્ફ શીખવાની જિદ બાદ અદિતિના પિતા તેને કર્ણાટક ગોલ્ફ એસોસિએશન ડ્રાઇવિંગ રેન્જ લઈને જવા લાગ્યા. અદિતિએ ગોલ્ફને પોતાનું કરિયર બનાવી લીધું.
આ પણ વાંચો :કુશ્તીમાં ભારતનું ગોલ્ડનું સપનુ રોળાયું, બજરંગ પુનિયાને મળી સેમિફાઇનલમાં હાર
