France Crime News 2026: ફ્રાન્સમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક બેંક મેનેજરે પોતાની જ પૂર્વ પ્રેમિકાને ડરાવી-ધમકાવીને અને બ્લેકમેલ કરીને 7 વર્ષ સુધી હેવાનિયતના દલદલમાં ધકેલી દીધી હતી. આ નરાધમે યુવતીને એક-બે નહીં, પરંતુ 487 થી વધુ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. અદાલતમાં જ્યારે પીડિતાએ પોતાની આપવીતી સંભળાવી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
સેક્સ ગેમના બહાને જાળમાં ફસાવી
અહેવાલો અનુસાર, 42 વર્ષીય લેટિટિયા આર. (France) વર્ષ 2015 માં ગિલાઉમ બુચ્ચી નામના બેંક મેનેજરના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે પ્રેમ થયો, પરંતુ ત્યારબાદ બુચ્ચીએ યુવતી સામે ‘સાડોમાસોચિસ્ટિક’ (S&M – દર્દ અને આનંદની રમત) સેક્સ ગેમની વાત મૂકી. લેટિટિયાએ વિચાર્યું કે આ સામાન્ય કપલ્સની જેમ કોઈ સામાન્ય રમત હશે અને બુચ્ચીએ વચન પણ આપ્યું હતું કે જો તેને પસંદ નહીં આવે તો તે અટકી જશે. પરંતુ આ માત્ર એક જાળ હતી અને ધીમે-ધીમે આ ખેલ ક્રૂર જુલમમાં બદલાઈ ગયો.
બુચ્ચીએ લેટિટિયા(France) પર એટલો માનસિક કાબૂ મેળવી લીધો હતો કે તે ઈચ્છવા છતાં તેના ચંગુલમાંથી આઝાદ થઈ શકી નહીં. બુચ્ચીએ તેના કેટલાક અત્યંત ખાનગી વીડિયો બનાવી લીધા હતા અને ધમકી આપતો હતો કે જો તે તેને છોડીને જશે તો આ વીડિયો સોશિયલ મીડિયા પર લીક કરી દેશે. આ બ્લેકમેલિંગના જોરે તેણે લેટિટિયાની જિંદગી નર્ક બનાવી દીધી હતી.
Franceના હાઈવેથી શરૂ થયો ખેલ
આ હેવાનિયતની શરૂઆત વર્ષ 2015 ની ક્રિસમસ ઇવ(Christmas Eve) પર થઈ હતી. બુચ્ચીએ લેટિટિયાને મજબૂર કરી કે તે એક હાઈવે સર્વિસ સ્ટેશન પર જઈને અજાણ્યા પુરુષો સામે પોતાને રજૂ કરે, જ્યારે તે પોતે ફોન પર આ આખી કરતૂત સાંભળતો રહ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે બુચ્ચીએ લેટિટિયાને એક લિસ્ટ બનાવવા મજબૂર કરી જેથી હિસાબ રાખી શકાય કે તે કેટલા પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે. અદાલતમાં જુબાની આપતા લેટિટિયાએ જણાવ્યું કે, “જ્યારે ગણતરી 487 પુરુષોને પાર થઈ ગઈ, ત્યારે મેં ગણવાનું જ બંધ કરી દીધું.”
સુનાવણી દરમિયાન આરોપી ગિલાઉમ બુચ્ચીએ અદાલતમાં સ્વીકાર્યું કે તેણે લેટિટિયા સાથે મારપીટ કરી, તેને બાંધી અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે બેશરમીથી દલીલ કરી કે આ બધું ‘આપસી સહમતિ’ થી થઈ રહ્યું હતું.
શું છે સમગ્ર વિવાદ અને અદાલતનો ચુકાદો?
આ મામલાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સની(France) અદાલતે ગિલાઉમ બુચ્ચીને 25 વર્ષની જેલની સખત સજા સંભળાવી છે. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બુચ્ચીએ તેની સજાનો ઓછામાં ઓછો બે-તૃતીયાંશ હિસ્સો (આશરે 16 વર્ષથી વધુ સમય) જેલમાં કાપવો જ પડશે, ત્યારબાદ જ તે પેરોલ માટે અરજી કરી શકશે.
આ પણ વાંચો: ઈરાને અમેરિકાનું અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું, IRGC નો મોટો દાવો
આ પણ વાંચો: અલ-અક્સા મસ્જિદને મલ્ટી-ફેથ સેન્ટર બનાવવાનો અમેરિકા-ઇઝરાયલનો પ્લાન? ઈરાન-સાઉદીમાં ચિંતા
આ પણ વાંચો: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પહોંચ્યા તાજમહેલ, ઈરાને કટાક્ષ કરીને ઉડાવી મજાક
