Al-Aqsa Mosque Row: યરૂસલેમમાં આવેલી મુસ્લિમોની પવિત્ર અલ-અક્સા મસ્જિદના ભવિષ્યને લઈને એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. ‘મિડલ ઈસ્ટ આઈ’ ના અહેવાલ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલ મળીને આ મસ્જિદ પરથી જોર્ડનની સદીઓ જૂની સંરક્ષક તરીકેની ભૂમિકા ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, વિવાદ વ્યાપક બનતા અમેરિકાએ સત્તાવાર રીતે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે.
મલ્ટી-ફેથ સેન્ટર બનાવવાની યોજના?
રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબી એક નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે. આ યોજના હેઠળ અલ-અક્સા મસ્જિદની માત્ર મુસ્લિમ ઓળખ ઓછી કરીને તેને મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ માટેના એક મલ્ટી-ફેથ સેન્ટર તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. ઇઝરાયલીઓ આ સ્થળને ‘ટેમ્પલ માઉન્ટ’ તરીકે ઓળખાવે છે. આ પરિસરમાં યહૂદીઓને સમાન અધિકાર અને મોટા સમૂહમાં સત્તાવાર રીતે પ્રાર્થના કરવાની મંજૂરી આપવાની વાત છે.
શું છે સમગ્ર વિવાદ?(Al Aqsa mosque)
નવા પ્રસ્તાવ મુજબ, જોર્ડન સમર્થિત ઇસ્લામિક વક્ફની(Al Aqsa mosque) ભૂમિકા હટાવીને બહેરીન, ઇજિપ્ત, મોરોક્કો અને યુએઈ (UAE) જેવા દેશોને વારાફરતી આ પરિસરની દેખરેખ સોંપવાની ચર્ચા છે. સાઉદી અરેબિયા આ પ્રકારના કોઈપણ પ્રસ્તાવની સખત વિરુદ્ધમાં છે. સાઉદી અરેબિયાનું માનવું છે કે, જો જોર્ડનને હટાવવામાં આવશે તો સમગ્ર મિડિલ ઈસ્ટમાં તણાવ અને હિંસા ખૂબ વધી શકે છે.
વર્ષ 1967 ના યુદ્ધ પછી બનેલી વ્યવસ્થા મુજબ, મસ્જિદની(Al Aqsa mosque) અંદરની વ્યવસ્થા ઇસ્લામિક વક્ફ સંભાળે છે અને બહારની સુરક્ષા ઇઝરાયલ પાસે છે. અહીં બિન-મુસ્લિમોને જવાની મંજૂરી છે, પરંતુ પ્રાર્થના કરવાનો અધિકાર માત્ર મુસ્લિમોને(Al Aqsa mosque) જ છે. આ વિવાદ વચ્ચે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા જોર્ડન પાસેથી સંરક્ષક તરીકેની ભૂમિકા છીનવવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી અને આ અહેવાલ પાયાવિહોણો છે.
આ પણ વાંચો: કસમંડી કિલ્લા-મસ્જિદ વિવાદમાં પ્રશાસનનો મોટો નિર્ણય, બકરીઈદ પર નમાઝ અદા કરવા પર પ્રતિબંધ
આ પણ વાંચો: કેલિફોર્નિયાની સાન ડિએગો મસ્જિદમાં ગોળીબાર, સુરક્ષા ગાર્ડ સહિત 3ના મોત
આ પણ વાંચો: બાબરીના નામ પર મસ્જિદનું નામ ન રાખવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
