Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ (Kamlesh Patel)ને ચૂંટી કાઢવામાં આવ્યા છે. ભાજપની વિચારધારાને વરેલા અને સાયન્સ ગ્રેજ્યુએટ કમલેશ પટેલે તેમની શાનદાર કેમિસ્ટ્રી રાજકારણમાં પણ ઝળકાવી છે. ભાજપની વિચારધારાને અનુસરીને રાજકારણમાં વિકાસમાં આપેલા તેમના ફાળાના કારણે પૂર્વવિસ્તારમાં કમલેશ પટેલ જાણીતું નામ છે.

કમલેશ પટેલ (Kamlesh Patel) 1992માં ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા
કમલેશ પટેલે 1992માં ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા પછી પાછું વાળીને જોયું નથી. કાર્યકર તરીકે પાંચ વર્ષ સુધી કરેલી સતત મહેનતની નોંધ લઈને પક્ષે તેમને 1997માં અમરાઈવાડી વોર્ડના યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા. સંગઠનમાં સહકાર્યકરો સાથે કામ પાર પાડવાની તેમની અદભુત ક્ષમતા અને જન સમજાવટનું તેમના રાજકારણ પક્ષના મોવડીઓને સ્પર્શી ગયું હતું.

કમલેશ પટેલ (Kamlesh Patel)ની પક્ષની અંદર તાલમેળમાં મહત્વની ભૂમિકા
પક્ષની અંદર તેમની સતત સક્રિયતા અને પ્રજાની વચ્ચે રહીને કામ કરવાની ટેવના કારણે તેમને 2017માં અમદાવાદ ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં ભાજપના મહામંત્રી બનવું તે નાનીસૂની વાત નથી તેની તેમને સમજ સારી રીતે હતી. આ હોદ્દા પર રહીને તેમણે પક્ષ દ્વારા લેવાતા એક પછી એક નિર્ણયોને સરકારની સાથે તાલમેળ સાધીને જે અમલ કરાવ્યો અને પક્ષના કાર્યકરોને તેમની સાથે જોડ્યા તે વસ્તુ કાબિલેદાદ નીવડી હતી. તેમની આ વ્યૂહરચનાના કારણે પક્ષને નીચલા સ્તરે જનાધાર વધારવામાં મદદ મળી હતી.

જ્વલંત કામગીરીના કારણે કમલેશ પટેલને 2021માં કોર્પોરેટર તરીકે ટિકિટ મળી
લોકો જરા સત્તા મળતા છકી જતાં હોય છે, પરંતુ કમલેશ પટેલે સત્તા હોવા છતાં પણ કાર્યકરની જેમ જ લોકો વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ ઉકેલવાનું કામ ચાલુ રાખ્યું તેની પક્ષે પણ નોંધ લીધી હતી. તેમની આ અવિરત કામગીરીના કારણે જ 2021માં તેમને કોર્પોરેટર તરીકે પક્ષે ટિકિટ આપી હતી. તેના કારણે તે પહેલી જ વખત કોર્પોરેટર બન્યા હતા. તેમની આ જ્વલંત કામગીરીના કારણે પક્ષે 2026માં પણ તેમને ફરીથી ટિકિટ આપી. તેના પછી તે વિજયી બનતા તેમને હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મોટી જવાબદારી સોંપી છે.
આ પણ વાંચો: અમદાવાદ ભાજપના 70% નેતાઓના પત્તા કપાશે, જાણો કોણ થશે રિપીટ અને કોનું કપાશે નામ
આ પણ વાંચો: અમદાવાદ ભાજપમાં ‘નો રિપીટ થિયરી’ થી ફફડાટ, 40 થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાશે
આ પણ વાંચો: અમદાવાદ ભાજપના નવા મુરતિયા ધંધે લાગ્યા
