Regional languages/ યુવાનો પોતાની માતૃભાષામાં પરીક્ષા આપી શકશે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય

દેશભરમાં પ્રથમ વખત સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફ જેવા સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી) પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, મરાઠી, મલયાલમ,………..

Top Stories India

Exam News: પ્રાદેશિક ભાષાઓ (Regional Exams)ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત સીઆરપીએફ (CRPF), બીએસએફ(BSF) અને સીઆઈએસએફ(CISF) જેવા સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે.

Government decides to conduct Police recruitment examination in regional  languages | The India Review TIR

દેશભરમાં પ્રથમ વખત સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફ જેવા સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી) પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, મરાઠી, મલયાલમ, આસામી, તમિલ, કન્નડ, બંગાળી, ઓડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણી ભાષામાં તૈયાર કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રાલયે રવિવારે નિર્ણય લીધો છે. આ પરીક્ષા 20 ફેબ્રુઆરી થી 7 માર્ચ દરમિયાન લેવાશે. સ્ટાફ સિલેક્શન બોર્ડ (Staff Selection Board) દ્વારા લેવાતી કોન્સ્ટેબલ (GD)ની પરીક્ષામાં લાખો આશાસ્પદ યુવાનો બેસે છે. યુવાનો પોતાની માતૃભાષામાં પરીક્ષા આપી શકશે. રોજગારી તકોમાં સમાન વધારો કરવાનો પણ સરકારનો હેતુ છે. સ્ટાફ સિલેક્શન બોર્ડે જાહેરનામું બહાર પાડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…