Ahmedabad/ માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ શાળા તૂટવાની છે કે તેને બદલવાની છે તેવી વાલીઓમાં ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાતને શાળા સંચાલકોએ દ્વારા વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી તેવી વાત વહેતી………

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 10T154015.012 માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક...

@અનિતા પરમાર

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલ જર્જરિત થઈ હોય તેવું સામે આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાતને શાળા સંચાલકોએ વાલીઓ સમક્ષ રજૂ કરી હતી. જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો. વાલીઓએ ડીઈઓ કચેરીને શાળાનો નિર્ણય જણાવતા 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આજે શાળા સંચાલકો, ડીઈઓ કમિટી અને વાલીઓ સાથે બંધ બારણે શાળામાં બેઠક યોજાઈ હતી. ડીઈઓ સાથેની બેઠકમાં સંચાલકોએ નિર્ણય કરવા કમિટી પાસે સમય માગ્યો છે તેમજ વાલીઓ સહિત કોઈ પણ બેઠકમાં લેવાયેલા નિર્ણયનો ખુલાસો કરવા તૈયાર નથી ત્યારે 1700 બાળકોનું ભાવિ અદ્ધતરતાલે દેખાઈ રહ્યું છે.

WhatsApp Image 2024 02 10 at 3.41.15 PM માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક...

અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ શાળા તૂટવાની છે કે તેને બદલવાની છે તેવી વાલીઓમાં ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાતને શાળા સંચાલકોએ દ્વારા વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી તેવી વાત વહેતી થઈ હતી. માઉન્ટ કાર્મેલ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ વકરતા ડીઈઓ દ્વારા 2 શિક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની કમિટી રચવામાં આવી હતી. ડીઈઓએ કમિટીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આજે માઉન્ટ કાર્મેલ શાળા સંચાલકો અને વાલીઓ સાથે કમિટીની બંધ બારણે બેઠક યોજાઈ હતી. પરંતુ મીટિંગમાં લેવાયેલા નિર્ણયનો ખુલાસો કરવા વાલીઓ તૈયાર નથી તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે શાળા જર્જરિત છે કે નહીં તેનો એન્જીનિયર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલમાં, વાલીઓ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ક્યાંક શાળાને ફંડિગની જરૂર છે. બિલ્ડર દ્રારા રિપોર્ટ ડીઈઓને સોંપ્યા બાદ શાળામાં ભણતાં 1700 બાળકોનું ભાવિ નક્કી થશે તેવું હાલ સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. ત્યારે 1700 વિદ્યાર્થીઓનું ભાવિ અભરાઈએ લટકી રહ્યું છે તેવું જણાઈ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…

આ પણ વાંચો:રાજકોટ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં વધારો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે સુવિધાનું આયોજન

આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે