Not Set/ નિત્યાનંદ આશ્રમ/ કોર્ટ માં બંને યુવતીને રજુ કરો – HCની ચિમકી, વધુ સુનાવણી 10 ડિસેમ્બરે

નિત્યાનંદ આશ્રમ વિવાદ નો મામલામાં ગુમ યુવતીઓ મામલે પિતા જનાર્દન શર્મા દ્વારા હોઇકોર્ટમાં કરવામાં આવેલી હેબિયર્સ કોપીર્યસ અરજી મામલે સુનાવણી આગળ વધારવામાં આવી હતી. કોર્ટ દ્રારા પાછલી તારીખમાં પોલીસને ફરમાન કરવામાં આવ્યુ હતું કે, બંને ગુમ યુવતીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. અને સાથે જ બે યુવતીઓ ગમ થવા ના મામલે ગત સુનાવણી માં હાઇકોર્ટે  તમામ […]

Top Stories Ahmedabad Gujarat
guj hc nityanand નિત્યાનંદ આશ્રમ/ કોર્ટ માં બંને યુવતીને રજુ કરો - HCની ચિમકી, વધુ સુનાવણી 10 ડિસેમ્બરે

નિત્યાનંદ આશ્રમ વિવાદ નો મામલામાં ગુમ યુવતીઓ મામલે પિતા જનાર્દન શર્મા દ્વારા હોઇકોર્ટમાં કરવામાં આવેલી હેબિયર્સ કોપીર્યસ અરજી મામલે સુનાવણી આગળ વધારવામાં આવી હતી. કોર્ટ દ્રારા પાછલી તારીખમાં પોલીસને ફરમાન કરવામાં આવ્યુ હતું કે, બંને ગુમ યુવતીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. અને સાથે જ બે યુવતીઓ ગમ થવા ના મામલે ગત સુનાવણી માં હાઇકોર્ટે  તમામ પક્ષકારો ને નોટિસ ફટકારી હતી.

યુવતીઓ ના પિતા જનાર્દન શર્મા એ દાખલ કરાવેલી હેબિયર્સ કોપીર્યસ મામલે કોર્ટ માં પોલીસ સમગ્ર કેસમાં તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બન્ને છોકરીઓ અત્યાર સુધી 30 વીડિયો જાહેર કર્યા છે. તેવી ગુમ યુવતીનાં પિતા જનાર્દન શર્માનાં વકીલ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું. જનાર્દન શર્માનાં વકિલ દ્વારા IP ને ટ્રેસ કરતા આ 30 વીડિયો જાહેર કર્યા છે. અને નેપાળમાં હોવાનું પોલીસ તાપસ માં બહાર આવ્યુ છે. તો આશ્રમનાં વકીલ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે, અમારી ચિંતા પોલીસ તપાસ પર છે.

ઉપરોક્ત તમામ દલિલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા કડક શબ્દમાં જણાવવામાં આવ્યું કે, વિડિઓ સાથે કોર્ટને કોઈ લેવા દેવા નથી. બન્ને યુવતીને કોર્ટમાં રજુ કરો.  પોલીસે નિદિતાનું અગાઉ લીધેલું નિવેદન કોર્ટમાં રજૂ કર્યું ત્યારે નિદિતાને કોર્ટમાં હાજર રહી નિવેદન આપવા કોર્ટે પોલીસ ને સૂચન કર્યું છે. નંદિતા હાલ નેપાળમાં છે તેવું તપાસમાં આવ્યું છે, નંદિતાએ 5 નવેમ્બરે બાય રોડ દેશ છોડ્યો હતો.

કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યુ કે, વિડ્યો માં આપેલા યુવતીઓના નિવેદનથી કોર્ટ સંતુષ્ટ નથી, તે રૂબરૂ કોર્ટમાં હાજર થી નિવેદન આપે. બને યુવતીઓને વીડિયો કોલીગ થી કોર્ટમાં આવવા માટે વકીલ અને પોલીસને કોર્ટે કહ્યું હતું. નંદિતા એ પણ હાઇકોર્ટ રજિસ્ટરને એફિડેવિટ કરીને મોકલ્યું છે, પણ કોર્ટ તેનથી સંતુષ્ટ નથી. એફિડેવિટ ફોર્મેટમાં નથી તેવું પણ હાઇકોર્ટે ટાક્યું હતું. તો સાથે સાથે પોલીસને પણ તાકીદ કરતા કહ્યું હતું કે પોલીસ બંને ગુમ યુવતીઓને શોધવામાં અસફળ રહી છે.

 10 ડિસેમ્બર સુધી બને યુવતીઓને કોર્ટમાં હાજર કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અને  વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથધરવામાં આવશે તેવું હાઇકોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.