સુરત/ મહિલાને પ્રેમજાળમાં ફસાવી મિત્રોના હવાલે કરી, આચર્યું સામૂહિક દુષ્કર્મ

સુરતના ઉમરા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.  મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્રણ ઈસમોએ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
qaweds 5 મહિલાને પ્રેમજાળમાં ફસાવી મિત્રોના હવાલે કરી, આચર્યું સામૂહિક દુષ્કર્મ
  • જયંતે મહિલા વિડીયો પણ બનાવ્યો હતો
  • 28 વર્ષીય મહિલાને પ્રેમીએ બંગલામાં બોલાવી
  • મહિલાને અન્ય બે મિત્રોને હવાલે કરી
  • જયંત, યોગી સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
  • ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ગુજરાત રાજયમાં ખાસ કરીને સુરત જીલ્લામાં દુષ્કર્મની  ઘટનાઓમાં મોટો વધારો જોવા મળી રહયો છે. ત્યારે સુરતના ઉમરા વિસ્તારમાંથી વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે, મહિલાને પ્રેમજાળમાં ફસાવી બાંગ્લા ઉપર બોલાવી મિત્રોને હવાલે કરી દીધી હતી અને પછી સામૂહિક દુષ્કર્મ આચરવા માં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતોનુસાર સુરતના ઉમરા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.  મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્રણ ઈસમોએ મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક યુવકે મહિલા સાથે પરિચય પરિચય કેળવ્યો હતો. અને તેણીને વિશ્વાસમાં લીધી હતી. અને પ્રેમજાળમાં ફસાવીને બંગલા પર બોલાવી હતી. અને પોતાના જ અન્ય બે  મિત્રોના હવાલે કરી દીધી હતી. જયંત , યોગી નામના ઈસમો સહિત ત્રણ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે નોધનીય છે કે, યુવાનને અગાઉ મહિલા સાથે પરિચય થયો હતો.  બંગલા નંબર 18, નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયંત ઉર્ફે જયહેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જયંત અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અને બંને વચ્ચે શારીરિક સંબંધો શરૂ થયા હતા. પરંતુ આરોપી જયંતે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. અને આ વીડિયોના આધારે જયંત તેને બ્લેકમેલ કરી વાંરવાર શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 8 મે 2022ના દિવસે સાંજે 6:30 કલાકે બનેલી ઘટનામાં આરોપી જયંત ઉર્ફે જય હેમંતે મહિલાને પોતાના બંગલા પર બોલાવી હતી.

જ્યાં અગાઉથી તેના બે મિત્રો પણ હાજર હતા. અને પહેલા જયંત અને બાદમાં તેના બે મિત્રોએ બળજબરી પૂર્વક તેની સાથે સંબંધો બનાવ્યા હતા. અને તેણીને માર માર્યો હતો. એ જાનથી મારી નાખવાની પણ ધમકી પણ આપી હતી.