જુનાગઢ/ નેચર સફારીને એક વર્ષ થયું પુર્ણ, પ્રવાસીઓએ પ્રકૃતિ સાથે સિંહ દર્શનનો માણ્યો આનંદ

ગીરનારના જંગલમાં દીપડા, હાયના, ઘોર ખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, કીડી ખાઉ, સાબર, ચિતલ, નીલગાય, વાઈલ્ડ બોર સહિતના વન્ય પ્રાણીનો વસવાટ છે અને પ્રવાસીઓને ગિરનાર નેચર સફારીના રૂટ પર ક્યારેક આ બધા પ્રાણીઓના પણ દર્શન થઈ જતાં હોય છે.

Gujarat Others
નેચર સફારી
  • વાઈપ-ગિરનાર નેચર સફારી
  • ગિરનારમાં નેચર સફારીની શરૂઆત
  • 26 જાન્યુ. 2021માં થઈ હતી શરૂઆત
  • ગિરનારમાં 50 સિંહોનો વસવાટ
  • સાવજના દર્શને આવે છે પ્રવાસીઓ

ગિરનારમાં શરૂ કરવામાં આવેલી નેચર સફારી ને એક વર્ષ પુર્ણ થયું છે.ત્યારે હવે સાવજના દર્શન માટે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ગિરનાર નેચર સફારીની 26 જાન્યુઆરી 2021ના દિવસે શરૂઆત થઈ હતી. ગિરનાર સફારી પ્રાકૃતિક વાતાવરણ માટે અનુકૂળ છે. અહીં આવતા પ્રવાસીઓને પ્રકૃતિના આનંદ સાથે સાવજના દર્શન થયા વગર રહેતા નથી.

ગિરનાર નેચર સફારી રૂટ પર અંદાજિત 15 થી 20 સિંહનો વસવાટ છે અને ગિરનાર જંગલમાં અંદાજિત 50થી વધુ સિંહ વસવાટ કરે છે.

ગીરનારના જંગલમાં દીપડા, હાયના, ઘોર ખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, કીડી ખાઉ, સાબર, ચિતલ, નીલગાય, વાઈલ્ડ બોર સહિતના વન્ય પ્રાણીનો વસવાટ છે અને પ્રવાસીઓને ગિરનાર નેચર સફારીના રૂટ પર ક્યારેક આ બધા પ્રાણીઓના પણ દર્શન થઈ જતાં હોય છે.

ગિરમાં પ્રવાસીઓનો ધસારો વધતા ગિરનારમાં પણ આ સફારી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં 7,000 થી વધુ પ્રવાસીઓએ ગિરનારનીસર સફારીમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ નિહાળ્યા છે.આમ સાસણની સાથે હવે ગિરનારમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહોના દર્શનની સાથે અન્ય વન્ય પ્રાણીઓને પણ નિહાળી આનંદમય બન્યા છે.

ગિરનાર નેચર સફારીમાં શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 6974 પ્રવાસીઓએ નેચર સફારીની મુલાકાત લીધી છે. જેમાં સૌથી વધુ ફેબ્રુઆરી 2021 માં 910 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વિદેશી પ્રવાસીઓની વાત કરવામાં આવે તો સૌથી વધુ ડિસેમ્બર 2022માં 16 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં કુલ 24 વિદેશી પ્રવાસીઓ ગિરનાર નેચર સફારીની મુલાકાત લઈ ચૂક્યા છે.

ગિરનાર નેચર સફારીની શરૂઆત બાદ 2021 થી આજ સુધીમાં કુલ 14,86,375 ની આવક થઇ છે. જેમાં વર્ષ 2020-21 માં 2,85,600, વર્ષ 2021 – 22 માં 5,76,125 અને 31 ડિસેમ્બર 2022 સુધીમાં 6,24,650 ની આવક થઇ છે.

આ પણ વાંચો:CTM ડબલ બ્રિજ ઉપરથી યુવતીએ ઝંપલાવ્યું, ઘટનાનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:છત વગરનું ભણતર, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ખુલ્લામાં બેસી ભણવા મજબુર બન્યા બાળકો

આ પણ વાંચો:ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

આ પણ વાંચો:વલસાડની ઉમરગામ જીઆઇડીસીની મેટલ ક્રાફટ કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો:હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યાને લઈ લોકો મુશ્કેલીમાં, અનેક રજૂઆતો કરવા છતાં પણ….

@અમ્માર બખાઈ