જૂનાગઢ/ જંગલ છોડી જંગલના રાજાનો પરિવાર શહેર તરફ, આ વિસ્તારમાં સિંહોની લટાર

જૂનાગઢ શહેરના અતિ ગીચ એવા ગાંધીગ્રામના ઝફર મેદાન રોડ ઉપર સોમવારની રાત્રિના 2:30  વાગ્યાના અરસામાં એકસાથે ચાર સિંહો દેખાયા હતા,

Gujarat Others
સિંહોનો

ગિરનારમાંથી અવાર નવાર સિંહો શહેરી વિસ્તારમાં આવી ચડે છે, પરંતુ ગતરાતે જૂનાગઢના અતિ રહેણાંક ગાંધીગ્રામ વિસ્તારના મેઈન રોડ ઉપર એકસાથે ચાર સિંહોએ મધરાતે બિન્દાસ્ત લટાર મારી હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર જંગલમાં 50થી વધુ સિંહોનો વસવાટ છે ગિરનાર જંગલ એટલે કે જુનાગઢ શહેરની બોર્ડર નો વિસ્તાર આ જંગલ વિસ્તારમાંથી અવારનવાર  રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે.

જૂનાગઢ શહેરના અતિ ગીચ એવા ગાંધીગ્રામના ઝફર મેદાન રોડ ઉપર સોમવારની રાત્રિના 2:30  વાગ્યાના અરસામાં એકસાથે ચાર સિંહો દેખાયા હતા, અને દેખાયા તો એવા કે જાણે પોતાનું ઘર (જંગલ) હોય તેમ એકસાથે ત્રણ પાઠડા સિંહો અને એક સિંહણ ચારેય મેઈન રોડ ઉપરથી પસાર થયા હતા, અને જંગલ તરફ જતા રહ્યા હતા, આવા સમયે એક કાર ચાલકે આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લેતા હાલ વાયરલ થયું છે. ગતરાતે ચાર સિંહો શહેરમાં ઘુસી આવ્યા હતા, તેનો વિડીયો મળ્યો છે, અને ફરી સિંહો અહી આવશે તેવી ધારણા છે, જેને લઈને સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા છે, આ સિંહો 11  કે.વી.થી થઈને 66 કે.વી, અને ત્યાંથી ખાણ વિસ્તારમાં થઈને શહેરમાં આવી જાય છે. ત્યારે આ રૂટ ઉપર સ્ટાફને એલર્ટ કરાયો છે. હાલ તો આ વીડિયો વાયરલ થતા સિંહો અને માનવ વસવાટ વચ્ચે કોઈ અંતર નથી રહ્યું તે સાબિત થાય છે.

અ 73 જંગલ છોડી જંગલના રાજાનો પરિવાર શહેર તરફ, આ વિસ્તારમાં સિંહોની લટાર

સોમવારની રાત્રિના ગાંધીગ્રામ વિસ્તારમાં દેખાયા બાદ આ ચાર સિંહો મંગળવારની રાત્રીના સમયે જુનાગઢ શહેરનો એન્ટ્રીગેટ એટલે કે ધરાનગર ગેટ પાસે જોવા મળ્યા હતા. ખાસ કરીને ધરાનગર આસપાસ જંગલ વિસ્તાર આવેલું છે આ જંગલમાંથી સિંહો રોડ ઉપર અને રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે આ ચાર સિંહો જુનાગઢ શહેરના એન્ટ્રી ગેટ પર જોવા મળતા લોકોમાં પણ ખુશી છે કારણ કે જંગલનો રાજા જેને પૈસા દેતા જોવા નથી મળતો પરંતુ ઘર આંગણે જ્યારે સિંહના દર્શન થાય ત્યારે લોકોમાં ચોક્કસથી આનંદ છવાઈ જતો હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, કોણ હાર્યું: હવે કોનો બેડો થશે પાર

આ પણ વાંચો: વડોદરામાં છે બપ્પાની પ્રાચીનથી લઈ આધુનિક કાળની મૂર્તિઓ

આ પણ વાંચો: સુરતમાં રાજકીય નેતા મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો