Not Set/ ગાંધીનગર: અછતની પરિસ્થિતિને લઇને બનાવાઇ કમીટિ

ગાંધીનગર, રાજ્યમાં વરસાદની ઘટ પડતાં અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકારે સિઝનમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. અછત કમીટિની મળેલી બેઠકમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે અછતગ્રસ્ત તાલુકાઓની જાહેરાત કરી. કચ્છ, બનાસકાંઠાના સૂઈ, વાવ, કાંકરેજ, થરાદને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં ચાણસ્મા અને અમદાવાદ […]

Top Stories Gujarat
mantavya 310 ગાંધીનગર: અછતની પરિસ્થિતિને લઇને બનાવાઇ કમીટિ

ગાંધીનગર,

રાજ્યમાં વરસાદની ઘટ પડતાં અનેક વિસ્તારોમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકારે સિઝનમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે.

અછત કમીટિની મળેલી બેઠકમાં મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે અછતગ્રસ્ત તાલુકાઓની જાહેરાત કરી. કચ્છ, બનાસકાંઠાના સૂઈ, વાવ, કાંકરેજ, થરાદને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

પાટણ જિલ્લામાં ચાણસ્મા અને અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. અછત ગ્રસ્ત વિસ્તારોને પહેલી ઓક્ટોબરથી સહાય આપવાનું શરૂ કરાશે.

દર બુધવારે અછત અંગે રિવ્યુ બેઠક મળશે કામગીરીની સમીક્ષા કરીને નિર્ણયો લેવાશે. કૌશિક પટેલે કહ્યું કે સરકારે ત્રણ મહિના પહેલાથી જ બે કિલો રૂપીયે ઘાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘાસની અછત ઉભી ન થાય તે માટે અગાઉથી ચાર કિલો ઘાસ ખરીદાયું છે.

પશુપાલકોને ઘાસની અછત ન સર્જાય તેનું પણ ધ્યાન રખાશે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાંથી લોકો સ્થળાંતર ન કરી જાય તે માટે સ્થાનિકોને ત્યાં જ રોજગારી માટેના કામો ઉપલબ્ધ કરાવાશે.