દિલ્લી
દેશની રાજધાની દિલ્લીમાં હત્યાના કેસની કોઈ નવાઈ નથી રહી. પૂર્વ દિલ્લીના મયુર વિહાર ૧ વિસ્તારમાં રેડની ઘટનામાં એક યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
https://twitter.com/ANI/status/1071956762071166978
ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આ ઘટના રવિવારની મોડી રાતની છે.
રસ્તા પર બાઈક અને આઈ ૨૦ કારને અડકી ગઈ હતી જેને લઈને કારમાં બેઠેલા બે લોકો અને બાઈક સવાર વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી.
ઝઘડો વધી જતા કારમાં બેઠેલા માણસે બંદુક નીકાળીને યોગેશને ગોળી મારી દીધી. ઘટના સ્થળે જ યોગેશનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે યોગેશની ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે અને પોલીસ હાલ આરોપી હત્યારાને શોધી રહી છે.