Not Set/ વડાપ્રધાન મોદીના નામે ખોટું બોલીને VIP સુવિધા લેનાર બાબાની પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક એવા બાબાની ધરપકડ કરી છે કે, જેણે ખોટું બોલીને વડાપ્રધાન મોદીના નામ ઉપર VIP ટ્રીટમેન્ટની માંગણી કરતો હતો. મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓની તરફથી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને ફરિયાદ ફરિયાદ કરવામાં આવી હતી કે, પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજ નામની એક વ્યક્તિ વડાપ્રધાનના નામ ઉપર વીઆઈપી ટ્રીટમેન્ટની માંગણી કરી રહ્યો […]

Top Stories India Trending
Police arrested Baba, who took VIP's Treatment to speak in the name of Prime Minister Modi

નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક એવા બાબાની ધરપકડ કરી છે કે, જેણે ખોટું બોલીને વડાપ્રધાન મોદીના નામ ઉપર VIP ટ્રીટમેન્ટની માંગણી કરતો હતો. મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓની તરફથી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને ફરિયાદ ફરિયાદ કરવામાં આવી હતી કે, પુલકિત મિશ્રા ઉર્ફે પુલકિત મહારાજ નામની એક વ્યક્તિ વડાપ્રધાનના નામ ઉપર વીઆઈપી ટ્રીટમેન્ટની માંગણી કરી રહ્યો છે. પોલીસે તપાસ કર્યા પછી તેની ધરપકડ કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી પુલકિત મિશ્રાએ સીતાપુરના ડીએમ (કલેકટર) પાસેથી વીઆઈપી સુવિધાની માંગણી કરી હતી. તેને ડીએમને જણાવ્યું હતું કે, તે મંત્રાલયનો અધિકારી છે. સીતાપુરના ડીએમની ફરિયાદ પછી આ મામલો વડાપ્રધાનની પાસે પહોંચ્યો હતો.

આરોપી જ્યાં પણ જતો હતો ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રને પોતાનું નકલી ઓળખ પત્ર બતાવીને તમામ સરકારી સુવિધાઓ મેળવતો હતો. આરોપીએ સીતાપુરના ડીએમની પાસે તાજેતરમાં જ સરકારી વીઆઈપી સુવિધા માંગી હતી.

કહેવાય રહ્યું છે કે, સીતાપુરના ડીએમને કોઈ શખ્સે પત્ર લખીને પુલકિત મહારાજની માટે રહેવા અને સુરક્ષાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પુલકિત મહારાજની કેટલાય વીવીઆઈપીઓની સાથે ફોટા છે. પોલીસ એ બાબતની પણ તપાસ કરશે કે ક્યાંક ફોટોશોપ દ્વારા તો આ ફોટાઓ બનાવવામાં આવ્યા નથીને.

કહેવાય રહ્યું છે કે, આ બાબા ગાઝિયાબાદનો રહેવાસી છે અને એક ડાન્સ એકેડમી પણ ચલાવી રહ્યો છે. કોર્ટે આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા છે.