Not Set/ ફ્લાઈટ મીસ થઇ તો રનવે પર પ્લેન પાછળ દોડવા લાગ્યો આ યુવક, પછી થયું આવું

  રોડ પર બસ પકડવા માટે એની પાછળ દોડતા મુસાફરોને તમે જોયા હશે, ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર દોડતા મુસાફરોને પણ તમે જોયા હશે પરંતુ શું તમે એરપોર્ટના રનવે પર દોડી રહેલાં પ્લેનની પાછળ ભાગતા કોઈને જોયા છે? પરંતુ આવી ઘટના બની છે આયર્લેન્ડનાં ડબલીન એરપોર્ટ પર. વાત એમ હતી કે એક મુસાફરની ફ્લાઈટ મીસ […]

World Trending
ryanair ફ્લાઈટ મીસ થઇ તો રનવે પર પ્લેન પાછળ દોડવા લાગ્યો આ યુવક, પછી થયું આવું

 

રોડ પર બસ પકડવા માટે એની પાછળ દોડતા મુસાફરોને તમે જોયા હશે, ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર દોડતા મુસાફરોને પણ તમે જોયા હશે પરંતુ શું તમે એરપોર્ટના રનવે પર દોડી રહેલાં પ્લેનની પાછળ ભાગતા કોઈને જોયા છે? પરંતુ આવી ઘટના બની છે આયર્લેન્ડનાં ડબલીન એરપોર્ટ પર.

વાત એમ હતી કે એક મુસાફરની ફ્લાઈટ મીસ થઇ ગઈ હતી તો એ રનવે પર પ્લેનની પાછળ જ દોડવા લાગ્યા.એ સમયે યાત્રીનાં મગજમાં શું ચાલતું હશે એ તો એ જ જાણે. સ્વાભાવિક છે કે એ પ્લેન પકડી શક્યા ન જ હોય અને મુસાફરી કરી શક્યા ન હોય. સુરક્ષાકર્મચારીઓએ આ માણસને રનવે પર ભાગતા જોઈ લીધો અને એની ધરપકડ કરી લીધી અને જેલ ભેગો કરી દીધો હતો. મુસાફરનો લક્ષ્ય હતો કે તે પ્લેનને હાથ બતાવીને એને રોકવાની કોશિશ કરશે. રીપોર્ટસ મુજબ આ મુસાફરે પ્લેનનાં દરવાજે લટકવાની પણ કોશિશ કરી હતી.

એરપોર્ટ પર હાજર રહેલાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ મુસાફર લગભગ 20 વર્ષનો યુવક હતો. એ એરપોર્ટના દરવાજાથી અંદર તરફ ભાગ્યો અને રનવે પર પહોચીને રયાનએર પ્લેનની પાછળ દોડવા લાગ્યો.

વિમાને સવારે 7 વાગ્યે એમસ્ટારડર્મ માટે ઉડાન ભરી હતી. એરપોર્ટ ઓથોરિટીએ આ વિષે જાણકારી આપતા જણાવ્યું હતું કે એક મહિલા સાથે આવેલો એ યુવક મોડેથી એરપોર્ટ પહોચ્યો હતો અને ત્યાં સુધી પ્લેન ટેકઓફ કરી ચુક્યું હતું. એટલે જ ગુસ્સામાં આવીને એ પ્લેન પાછળ દોડવા લાગ્યો હતો.

એરપોર્ટ પોલીસે હાલ એ છોકરાને આયરીશ પોલીસના હવાલે કરી દીધો હતો અને એને ડબલીન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. કોર્ટમાં એને હાજર કર્યા બાદ આ યુવકને જમાનત આપી દેવામાં આવી હતી.