Not Set/ ‘ભાઈ’ના બોડીગાર્ડ શેરાએ ‘બોક્સર’ માઈક ટાયસનને બચાવ્યા ટોળામાંથી, મુંબઈ એરપોર્ટ પર આ રીતે કર્યા રેસ્ક્યુ

અમેરિકન બોક્સર માઈક ટાયસન મુંબઈમાં આવ્યા છે. જયારે તેઓ એરપોર્ટ બહાર આવ્યા કે એમનાં ચાહકોએ એમને ઘેરી લીધા હતા. ટોળા વચ્ચે ફસાયેલા માઈક ટાયસનને સલમાન ખાનના પર્સનલ બોડીગાર્ડ શેરાએ બચાવ્યા હતા. ટાયસન મુંબઈ આવ્યા અને એરપોર્ટથી બહાર નીકળ્યા એનાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જેવા ટાયસન બહાર આવ્યા કે તરત જ તેઓ એમનાં ચાહકો […]

India Trending Entertainment
mike tyson ‘ભાઈ’ના બોડીગાર્ડ શેરાએ ‘બોક્સર’ માઈક ટાયસનને બચાવ્યા ટોળામાંથી, મુંબઈ એરપોર્ટ પર આ રીતે કર્યા રેસ્ક્યુ

અમેરિકન બોક્સર માઈક ટાયસન મુંબઈમાં આવ્યા છે. જયારે તેઓ એરપોર્ટ બહાર આવ્યા કે એમનાં ચાહકોએ એમને ઘેરી લીધા હતા. ટોળા વચ્ચે ફસાયેલા માઈક ટાયસનને સલમાન ખાનના પર્સનલ બોડીગાર્ડ શેરાએ બચાવ્યા હતા.

ટાયસન મુંબઈ આવ્યા અને એરપોર્ટથી બહાર નીકળ્યા એનાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જેવા ટાયસન બહાર આવ્યા કે તરત જ તેઓ એમનાં ચાહકો દ્વારા ચારેબાજુથી ઘેરાઈ ગયા હતા કારણકે એ બધાં ચાહકો એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બોક્સર ટાયસન ખરાબ રીતે ટોળા વચ્ચે ઘેરાઈ ગયાં હતા અને આ જોઇને શેરા તરત એક્શન મોડમાં આવી ગયો હતો. એમણે ટોળાને કંટ્રોલ કરી લીધું હતું અને ટાયસનને ટોળાથી બહાર કાઢ્યા હતા.

ટાયસન ભારતમાં મુંબઈનાં વરલીના નેશનલ સ્પોર્ટ્સ ક્લબનાં કુમાઇટ 1 લીગ (Kumite 1 League) નાં ઉદઘાટન માટે આવ્યા છે. શેરાએ જણાવ્યું હતું કે એમણે આ જોબ સ્વીકારતા પહેલાં સલમાનની પરવાનગી લીધી હતી. બપ્પી લેહરીએ ટાયસનનાં વેલકમ માટે એક જિંગલ પણ બનાવી છે.

શેરાએ કહ્યું કે, ‘મેં એમની પરવાનગી લીધી હતી આ જવાબદારી સ્વીકારતાં પહેલાં. હું માત્ર એમના માટે જ કામ કરું છું અને ભાઈ હમેશા મારી પહેલી પ્રાયોરીટી છે. મેં એમની સાથે વાત કરી અને એમણે મને હા પાડી કારણકે તેઓ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા નથી અને એમનાં શો બીગ બોસમાં બીઝી હશે એટલે આ મેનેજ થઇ શકશે.’

આ પહેલીવાર નથી કે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા અને એની એજન્સીએ સેલેબ્રીટીની સિક્યુરીટી હેન્ડલ કરી હોય.  આ પહેલાં શેરાએ સફળતા પૂર્વક જસ્ટીન બીબર, માઈકલ જેક્શન, જેકી ચેન વગેરેને સિક્યુરીટી પૂરી પાડી હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.