Not Set/ ખરાબ નેતા મેળવવો એ મહારાષ્ટ્રનો દોષ નથી, પરંતુ તેની સાથે રહેવું એ ભૂલ છે: અમૃતા ફડણવીસ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે ખરાબ નેતા મળવો એ મહારાષ્ટ્રણો દોષ નથી પરંતુ  તેમની સાથે રહેવું ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમૃતાની શિવસેના સાથે ટ્વિટર પર વાકયુદ્ધ થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હિન્દુત્વના વિચારધારા વિનાયક દામોદર સાવરકર […]

Top Stories India
caa 24 ખરાબ નેતા મેળવવો એ મહારાષ્ટ્રનો દોષ નથી, પરંતુ તેની સાથે રહેવું એ ભૂલ છે: અમૃતા ફડણવીસ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે ખરાબ નેતા મળવો એ મહારાષ્ટ્રણો દોષ નથી પરંતુ  તેમની સાથે રહેવું ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમૃતાની શિવસેના સાથે ટ્વિટર પર વાકયુદ્ધ થયું હતું.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હિન્દુત્વના વિચારધારા વિનાયક દામોદર સાવરકર વિશે કરેલી ટિપ્પણીની નિંદા કરી હતી. આ ટ્વીટનો જવાબ આપતા અમૃતાએ મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું હતું. અમૃતાની ટિપ્પણી એક અઠવાડિયા પછી આવી છે.

તેમણે શનિવારે કહ્યું હતું કે ખરાબ નેતા રાખવું એ મહારાષ્ટ્રની ભૂલ નથી પરંતુ તેમની સાથે વળગી રહેવું મહારાષ્ટ્રની ભૂલ છે. જાગૃત મહારાષ્ટ્ર.

તાજેતરમાં જ, શિવસેના દ્વારા શાસિત થાણે મહાનગર પાલિકાએ તેનું પગાર ખાતું એક્સિસ બેંકથી રાષ્ટ્રીયકૃત બેંકમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. અમૃતા એક્સિસ બેંકમાં વરિષ્ઠ પદ ધરાવે છે. તેની ટિપ્પણીઓ આ પછી આવી છે.

થોડા દિવસો પહેલા અમૃતાએ કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ સાથે લગ્ન કર્યા પહેલા આ એકાઉન્ટ્સ એક્સિસ બેંકને પ્રાપ્ત થયા હતા.  ખાનગી બેંકો પણ ભારતીય બેંકો છે અને આધુનિક ટેકનોલોજી સાથે સેવા પૂરી પાડે છે.  આ સરકારે તર્ક પર વિચાર કરવો જોઇએ અને બેંક બદલીને (બીજા બેંકમાં ખાતા ટ્રાન્સફર કરીને) તેઓએ દેવેન્દ્ર અને મારા પર નિશાન સાધ્યું છે.

મહારાષ્ટ્ર પોલીસ વિભાગના પગાર ખાતામાં પણ  એક્સીસ બેંકમાં છે. જે પણ ટ્રાન્સફર થઈ શકે છે.  જે વાર્ષિક રૂ. 11000 કરોડનું  છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર તેને સરકારી બેંકમાં ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.