Not Set/ પોરબંદર/ યુવતી સાથે સગપણ તૂટ્યા બાદ 14 વર્ષની બહેન પર યુવકે કર્યો રેપ, ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો

પોરબંદરમાં યુવતી સાથે સગાઈ તોડ્યા બાદ તેની નાની વયની સગીર બહેનને ગર્ભવતી બનાવી દીધી હતી.યુવતીની 14 વર્ષની સગીર વયની બહેનને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરી 7 માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી યુવતી સાથે ફેબ્રિકેશનનું કામ કરતા પરીક્ષિત પરમાણંદ જોષી નામના યુવાનનું સગપણ નક્કી થયું હતું. સગપણ […]

Gujarat Others
rape minor.jpg2 પોરબંદર/ યુવતી સાથે સગપણ તૂટ્યા બાદ 14 વર્ષની બહેન પર યુવકે કર્યો રેપ, ગર્ભ રહેતા ફૂટ્યો ભાંડો

પોરબંદરમાં યુવતી સાથે સગાઈ તોડ્યા બાદ તેની નાની વયની સગીર બહેનને ગર્ભવતી બનાવી દીધી હતી.યુવતીની 14 વર્ષની સગીર વયની બહેનને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરી 7 માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી યુવતી સાથે ફેબ્રિકેશનનું કામ કરતા પરીક્ષિત પરમાણંદ જોષી નામના યુવાનનું સગપણ નક્કી થયું હતું. સગપણ બાદ પરીક્ષિત અવારનવાર યુવતીના ઘરે આવતો હતો. આ દરમિયાન કોઇ કારણોસર સગાઇ તૂટી ગઇ હતી.યુવતીના પિતાનું મોત થયું હતું.

જો કે સગાઈ તૂટ્યા બાદ પણ પરીક્ષિતએ યુવતીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું. ઘરે જવાના સબંધનો દુરઉપયોગ કરી તેણે યુવતીની સગીર વયની 14 વર્ષીય બહેનને પોતાની જાળમાં ફસાવી કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ.

આમ લગ્નની લાલચ આપી પરીક્ષિતે અવાર નવાર બળજબરી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.જેના પરિણામે સગીરાને  7 માસનો ગર્ભ રહ્યો હતો.સગીરાને દુ:ખાવો થતા દવાખાને લઇ જતા આ ભાંડો ફૂટ્યો હતો.

આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરીયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ કમલાબાગના પીઆઇ એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.