Not Set/ કોરોનાનો કહેર કે પછી અધિકારીઓને લીલા-લહેર, એક જ કંપની પાસેથી એક જ દિવસમાં જુદા-જુદા ભાવે ઓક્સિજનની ખરીદીનું કૌભાંડ

  ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને બેસેલાં સરકારી બાબુએ પોતાની માનીતી કંપની પાસે એક જ દિવસમાં અલગ-અલગ ભાવોથી બિલ ચૂકવવામાં આવ્યા હતા. 5 ફ્રેબુઆરીના રોજ ઓક્સિજન […]

Ahmedabad Gujarat
0c1ce21f781b907823ab36fe3cf27411 કોરોનાનો કહેર કે પછી અધિકારીઓને લીલા-લહેર, એક જ કંપની પાસેથી એક જ દિવસમાં જુદા-જુદા ભાવે ઓક્સિજનની ખરીદીનું કૌભાંડ
0c1ce21f781b907823ab36fe3cf27411 કોરોનાનો કહેર કે પછી અધિકારીઓને લીલા-લહેર, એક જ કંપની પાસેથી એક જ દિવસમાં જુદા-જુદા ભાવે ઓક્સિજનની ખરીદીનું કૌભાંડ 

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને બેસેલાં સરકારી બાબુએ પોતાની માનીતી કંપની પાસે એક જ દિવસમાં અલગ-અલગ ભાવોથી બિલ ચૂકવવામાં આવ્યા હતા.

5 ફ્રેબુઆરીના રોજ ઓક્સિજન ખરીદીમાં કટકીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ સુપ્રિટેન્ડન્ટના સમયમાં આ કૌભાંડ આચરવમાં આવ્યું છે.  કૌભાંડમાં એક જ કંપની પાસેથી જુદા-જુદા ભાવે ઓક્સિજન ખરીદવામાં આવ્યો. એક જ દિવસે જુદા-જુદા ભાવના બિલની ચૂકવણી કરવામાં આવી હતી.

એક જ દિવસમાં મુકાયેલાં બે બિલોમાંથી પહેલાં બિલમાં પ્રતિ ક્યુબિક રૂ.10.67ના ભાવે ઓક્સિજનની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે તે જ દિવસે બીજા બિલમાં પ્રતિ ક્યુબિક રૂ.14.10ના ભાવે ઓક્સિજનની ખરીદી કરવામાં આવી હતી. અને બીજી ચોંકાવનારી વાત એ છે કે, એક જ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ઓક્સિજન ખરીદવામાં આવે છે. હવે અહીં સવાલ એ થાય છે, ઓક્સિજન વેચનાર કંપની એક જ, તો પછી એક દિવસનાં અલગ -અલગ ભાવ કેવી રીતે હોઈ શકે. શું સત્તાસ્થાનમાં બેસેલાં બાબુ ભ્રષ્ટાચારમાં કેટલાં મગ્ન અને વિશ્વાસુ હશે કે, કોઈને શું ખબર પડશે? છેલ્લા 4 વર્ષથી એક જ કંપની પાસેથી ઓક્સિજન ખરીદવામાં આવે છે. લોકો પોતાના પરસેવાની કમાણી ટેક્સ રૂપે આપે છે. અને સરકારી બાબુઓ પોતાના મળતિયાઓને આ રીતે કરોડો રૂપિયાનો લાભ કરાવવા ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.