Not Set/ Indigo Flight સાથે અથડાયુ પક્ષી, તાત્કાલિક લેવાયો આ નિર્ણય

  દેશની આર્થિક રાજધાની મુંબઇ નજીક રવિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો, જ્યા એક પક્ષી અચાનક ઈન્ડિગો વિમાનને અથડાઇ ગઇ હતી. ત્યારબાદ ફ્લાઇટને તાત્કાલિક પરત મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર તમામ મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. વળી ઇન્ડિગો મેનેજમેન્ટે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી છે. મળતી માહિતી મુજબ, રવિવારે ઈન્ડિગોની […]

Uncategorized
dc61583b90440c0a06a7909144a6b938 Indigo Flight સાથે અથડાયુ પક્ષી, તાત્કાલિક લેવાયો આ નિર્ણય
dc61583b90440c0a06a7909144a6b938 Indigo Flight સાથે અથડાયુ પક્ષી, તાત્કાલિક લેવાયો આ નિર્ણય 

દેશની આર્થિક રાજધાની મુંબઇ નજીક રવિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો, જ્યા એક પક્ષી અચાનક ઈન્ડિગો વિમાનને અથડાઇ ગઇ હતી. ત્યારબાદ ફ્લાઇટને તાત્કાલિક પરત મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર તમામ મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. વળી ઇન્ડિગો મેનેજમેન્ટે મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.

મળતી માહિતી મુજબ, રવિવારે ઈન્ડિગોની ફ્લાઇટ 6E 5047 મુંબઇથી દિલ્હી આવી રહી હતી. દરમિયાન એક પક્ષી તેને અથડાઈ ગયું હતુ. જે બાદ તેને તાત્કાલિક પરત મુંબઈ બોલાવવામાં આવ્યુ હતુ. આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ઈન્ડિગો અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, તેઓએ મુસાફરો માટે તુરંત જ બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. જો કે હવે ફ્લાઇટ દિલ્હી થોડી મોડી આવશે.

આ મહિનાની શરૂઆતમાં, 4 સપ્ટેમ્બરનાં રોજ, ઈન્ડિગો વિમાન રાંચીથી ઉડાન ભરી, ત્યા જ એક પક્ષી તેની સાથે અથડાઇ ગયુ હતુ. જેના કારણે તુરંત જ તેને રાંચી એરપોર્ટ પર ઉતારવું પડ્યું હતુ. તે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એન્જિનનાં ત્રણ બ્લેડ પક્ષીનાં અથડાવવાથી તૂટી ગયા હતા. જો યોગ્ય સમયે ઉતરાણ ન કરાયું હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. તે દરમિયાન તમામ મુસાફરો પણ સુરક્ષિત રીતે બચી ગયા હતા. આપને જણાવી દઈએ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઓથી બચાવ માટે ઘણા મોટા પગલા લીધા છે, પરંતુ દેશમાં આવા અકસ્માતો થતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.