Not Set/ સાવધાન ચીન, સેનાએ LAC પર ગોઠવ્યા T-90 અને T-72 ટેન્ક

ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સેનાએ ખૂબ જ સમજદારીભર્યુ પગલું ભર્યું છે. ભારતીય સેનાએ લદ્દાખનાં ચુમાર-ડેમચોક વિસ્તારમાં એલએસી પર ટેન્કો અને સેનાનાં વાહનો તૈનાત કર્યા છે. સેનાએ બીએમપી-2 ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વાહનોની સાથે ટી-90 અને ટી-72 ટેંન્કો તૈનાત કરી છે. આ ટેંન્કોની વિશેષતા એ છે કે તેમને માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનાં તાપમાનમાં ચલાવી […]

Uncategorized
641f5b50ed1143e9ffb766be38f02b81 1 સાવધાન ચીન, સેનાએ LAC પર ગોઠવ્યા T-90 અને T-72 ટેન્ક

ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સેનાએ ખૂબ જ સમજદારીભર્યુ પગલું ભર્યું છે. ભારતીય સેનાએ લદ્દાખનાં ચુમાર-ડેમચોક વિસ્તારમાં એલએસી પર ટેન્કો અને સેનાનાં વાહનો તૈનાત કર્યા છે. સેનાએ બીએમપી-2 ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વાહનોની સાથે ટી-90 અને ટી-72 ટેંન્કો તૈનાત કરી છે. આ ટેંન્કોની વિશેષતા એ છે કે તેમને માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનાં તાપમાનમાં ચલાવી શકાય છે.

સેનાની આ તૈનાતીને લઇને 14 કોર્પ્સનાં ચીફ ઓફ સ્ટાફનાં મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું, “ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ભારતીય સેનાની એક માત્ર રચના છે અને વિશ્વમાં પણ આવા કઠોર વિસ્તારોમાં યાંત્રિક દળો તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં ટેંન્ક, સેનાનાં લડાકુ વાહનો અને ભારે બંદૂકોની જાળવણી એ એક પડકાર છે.” ટી-72 ને ભારતમાં અજેયકહેવામાં આવે છે. ભારતમાં આવી 1700 જેટલી ટેંન્કો છે. તે ખૂબ જ લાઇટ ટેંન્ક છે જે 780 હોર્સપાવર જનરેટ કરે છે. પરમાણુ, જૈવિક અને રાસાયણિક હુમલાથી બચવા માટે પણ બનાવવામાં આવેલ છે. તે 1970 નાં દાયકામાં ભારતીય સૈન્યનો ભાગ બન્યો હતો. અજેયમાં 125 મીમીની બંદૂક લાગેલી છે. સાથે તેમા ફૂલ વિસ્ફોટક રિએક્ટિવ આર્મર પણ આપવામાં આવેલ છે.

ભારતે લદ્દાખમાં જે ટી-90 ટેંન્કો ગોઠવી છે તે મૂળ રશિયામાં બનાવવામાં આવી છે. ભારત ટેંન્કોનો ત્રીજો સૌથી મોટો ઓપરેટર છે. તેના કાફલામાં લગભગ સાડા ચાર હજાર ટેંન્કોનો સમાવેશ થાય છે. ભારતમાં આ ટેંન્કોનું નામ ભીષ્મરાખવામાં આવ્યું છે. તેમા 125 મીમીની બંદૂક લાગેલી હોય છે. લદ્દાખ જેવા વિસ્તારમાં 46 ટન વજનવાળી આ ટેંન્કો પહોંચાડવી સરળ નહોતું. તે તેના બેરલથી એન્ટિ-ટેંન્ક મિસાઇલો પણ છોડી શકે છે. અમે તેમાં ઇઝરાયલી, ફ્રેન્ચ અને સ્વીડિશ પેટા સિસ્ટમો મૂકીને તેમાં સુધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.