Not Set/ CM રૂપાણી રાજ્યપાલને અચાનક મુલાકાતે જતા જાગ્યા અનેક તર્ક વિતર્ક

  ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબિનેટની બેઠક બાદ અચાનક રાજ્યપાલને મળવા જતા અલગ-અલગ તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જો કે ગઇ કાલે રાજ્ય ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલે ચાર્જ સંભાળ્યો ત્યારથી જ એવી અટકળો વહેતી થઇ હતી કે, ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. જો કે મંત્રી મં ડળનાં વિસ્તરણને લઇને રાજકીય વિશ્લેશકો […]

Gujarat Uncategorized
05cbd86245d2a5697cda7fadbe1fa255 CM રૂપાણી રાજ્યપાલને અચાનક મુલાકાતે જતા જાગ્યા અનેક તર્ક વિતર્ક
 

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબિનેટની બેઠક બાદ અચાનક રાજ્યપાલને મળવા જતા અલગ-અલગ તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જો કે ગઇ કાલે રાજ્ય ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલે ચાર્જ સંભાળ્યો ત્યારથી જ એવી અટકળો વહેતી થઇ હતી કે, ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. જો કે મંત્રી મં ડળનાં વિસ્તરણને લઇને રાજકીય વિશ્લેશકો કઇક અલગ જ વિચાર ધરાવી રહ્યા હતા, પરંતુ આજે સવારે અચાનક મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જતા જાત જાતની અટકળો થઇ રહી છે. 

ગુજરાતનાં મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે થયેલી મુલાકાત બાદ ઘણી અટકળો થઇ રહી છે. દરમિયાન કેેબિનેટ વિસ્તરણને લઇને ચર્ચાઓ થઇ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. કેબિનેટ વિસ્તરણમાં આત્મારામ પરમાર અને જીતુ વાઘાણીનો સમાવેશ થવાની શક્યતા સેવાઇ રહી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.