Not Set/ સરકાર પાસે અબજો રૂ. જાહેરાત અને પબ્લિસિટી માટે છે, પરંતુ… 

દેશ અને રાજ્યની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને હાડ મારી વેઠવી પડી. અનેક લોકોના મોત થયા. વિગેરે  મુદ્દાઓને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ભટકવું પડ્યું. સરકારની નિષ્ફળતાના કારણે લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others Trending
amit chavda સરકાર પાસે અબજો રૂ. જાહેરાત અને પબ્લિસિટી માટે છે, પરંતુ... 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવવાની છે. પરંતુ અત્યારથી જ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. સામાજિક સંસ્થાઓની સાથે રાજકીય પક્ષોએ પણ બેઠકનો દૌર શરૂ કરી દીધો છે. ખોડલધામમાં પાટીદાર સમાજની મીટીંગથી શરૂ થયેલી રાજકીય હલચલ હવે છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ સુધી પહોચી ચુકી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના બંગલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની હાઈલેવલની આજે બેઠક મળી હતી.

આ બેઠકમાં અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, મધુસુદન મિસ્ત્રી અને પૂંજાભાઈ વંશ વિગેરે કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અમદાવાદ મુલાકાત બાદ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ મંથન શરુ કરી દીઘું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિપક્ષી નેતાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આગામી ૨૦૨૨ની ચૂંટણી અંગે વ્યહરચનાની ચર્ચા કરવામાં આવી છે. સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમો યોજશે. મોંઘવારી-કોરોના અંગે આગામી દિવસોમાં કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  2022ની વિધાનસભાની ચૂંટણી અંગે જાતિગત સમીકરણ અંગે બેઠકમાં ચર્ચા થઈ છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને હાડ મારી વેઠવી પડી. અનેક લોકોના મોત થયા. વિગેરે  મુદ્દાઓને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ભટકવું પડ્યું. સરકારની નિષ્ફળતાના કારણે લોકોના મોત થયા છે.

જે લોકોના કોરોનામાં મોત થયા છે, તેમના પરિવારની મુલાકત લેવી, તેમની વ્યથા આપવીતી સાંભળશે. અને તેમના માટે 4 લાખની સહાય મળે તેવી રજુઆત કરીશું. કોરોનામાં જનતા આર્થિક રીતે પાયમાલ થઇ છે તો બીજી બાજુ રોજે રોજ પેટ્રોલ, ડીઝલ સહીત ખાદ્ય પદાર્થોના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાને ધાયામાં રાખી કોંગ્રેસ તેણી સામે વિરોધ કાર્યક્રમની શરૂઆત કરશે.

શાળા કોલેજો બંધ છે ત્યારે ફી માફીની કોંગ્રેસે અને વાલીઓએ માંગણી કરી છે. ફી માફી માટે રાહત પેકેજની માંગણીને લઈ NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના વિવિધ પ્રતિનિધિ મંડળો MSMEના ઉદ્યોગકારો, નાના લારી ગલ્લાવાળા,  એવા તમામ સમાજના લોકોને કોંગ્રેસના નેતા મળી તેમનો અવાજ બની આગળ આવશે.

સંગઠનમાં જ્યાં જરૂર છે, ત્યાં ફેરફાર કરવામાં આવશે. 2022ની ચૂંટણીને લઈ કેમ્પિયન તેમજ ચૂંટણી જીતવા નવો રોડમેપ બનાવવાની ચર્ચા કરવામાં આવી છે. હજુ બીજી બેઠક કરવામાં આવશે. અને વિસ્તૃત

સરકાર ની નિષ્ફળતા ને કારણે ખૂબ લોકો ના મોત થયા. સરકારે દર વખતે ખોટા આંકડા આપ્યા છે. અનેક લોકોના મોત થયા છે ત્યારે સરકાર દ્વારા તેમના મોત કોરોનાથી નથી થયા તેવું જણાવ્યું છે. એપેડેમીક એકટમાં દંડાત્મક તેમજ સહાયની પણ જોગવાઇ છે.

સરકાર પાસે અબજો રૂ. જાહેરાતો અને પબ્લિસિટી માટે છે. કેટલાય લોકો વેન્ટિલેટર નહિ મળવાને કારણે મોત ને ભેટયા છે એવા તમામ પરિવાર ને 4 લાખ આપે નહિ આપે તો અમે કોર્ટ માં જઇશુ. સરકારની અણઆવડતથી મૃત્યુ થયા હોય તો સરકારએ સહાય આપવી જોઈએ. 2022 ની ચૂંટણી નો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. પ્રશાંત કિશોરને કોંગ્રેસ સાથે જોડવા કે નહિ એ મોવડીમંડળ નક્કી કરશે.