Not Set/ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા,40 માઇક્રોન કરતા ઓછો માઇક્રોનનો પ્લાસ્ટિક જથ્થો મળ્યો

વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પાણીના પાઉચ, પ્લાસ્ટિકના ઝભલાં અને ચાની પવાલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ  5 જુનથી લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના જે વિસ્તારોમાં 50 માઇક્રોન કરતા હલકી ગુણવત્તાનું […]

Ahmedabad Gujarat
srt 5 આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા,40 માઇક્રોન કરતા ઓછો માઇક્રોનનો પ્લાસ્ટિક જથ્થો મળ્યો

વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પાણીના પાઉચ, પ્લાસ્ટિકના ઝભલાં અને ચાની પવાલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ  5 જુનથી લાગુ કરવામાં આવ્યો છે.

srt 7 આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા,40 માઇક્રોન કરતા ઓછો માઇક્રોનનો પ્લાસ્ટિક જથ્થો મળ્યો

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના જે વિસ્તારોમાં 50 માઇક્રોન કરતા હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક વપરાય છે તે તમામ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પર્યાવરણ દિન નિમિતે મનપા દ્વારા પાણીના પાઉચ, પ્લાસ્ટિકના ઝભલાં અને ચાની પવાલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે વિવિધ સ્થળો પર દરોડા પડી મોટા પ્રામાણમાં પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગોતા વિસ્તારમાં આવેલા શિવ પ્લાસ્ટિક નામના મેનુફેક્ટર યુનિટ માટે 40 માઇક્રોન કરતા પણ ઓછો માઇક્રોનનો પ્લાસ્ટિક જથ્થો માળી આવ્યો હતો.

srt 6 આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા,40 માઇક્રોન કરતા ઓછો માઇક્રોનનો પ્લાસ્ટિક જથ્થો મળ્યો

દિનચર્યા અનુસાર આપણે જાણીએ છીએ કે રોજબરોજના ઉપયોગમાં આપણે ખુબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો ઉપાયોગ કરીએ છીએ, આ જ પરિસ્થિતિ પાણીના પાઉચ સાથે પણ છે. લોકો પાણીના પાઉચ ઉપયોગ તો કરે છે પરંતુ ઉપયોગ કર્યા બાદ ગમે તે જગ્યાએ તેને ફેંકી દેતા હોય છે. આમ જ પ્રાણીઓ આ પાઉચ ખાઈ અને પોતાના જીવનને અજાણ્યે ટૂંકાવી દેતા હોય છે. આવા પાઉચ પાણીની લાઈનમાં ફસાઈ જતા હોય છે જેના કારણે પાણીનો સુનિયોજિત નિકાલ અટકી જતો હોય છે.

ગત મંગળવારના રોજ રાજકોટ મ્યુનિસીપાલિટી કમીશનર બંછાનીધિપાનીએ ધ બોમ્બે પ્રોવિન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ કલમ ૩૭૬ ‘એ’ અંતર્ગત્ત રાજકોટ શહેરનાં જાહેર માર્ગો, મહાનગરપાલિકાઓ, ગાર્ડન તથા સરકારી કાર્યાલયોમાં પ્લાસ્ટિકની કોથળીમાં વહેચવામાં આવતા પાણીના પાઉચના વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે. આ આદેશ હેઠળ મ્યુનિસીપાલિટી કમીશનર દ્વારા ટૂંક સમયમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.