Not Set/ કોરોનાથી થનારા મૃતકોના પરિવારોની વ્હારે સરકાર, આર્થિક સહાય માટે….

કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાંના પરિવાર માટે સુપ્રિમ કોર્ટે સહાનુભૂતિ દાખવીઅને રાજ્યોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવા આદેશ કર્યો.

Top Stories Ahmedabad Gujarat
કોરોનાથી થનારા મૃતકોના

કોરોનાથી થનારા મૃતકોના પરિવારને આર્થિક સહાય આપવા રાજ્યસરકારે ઝડપી કવાયત હાથ ધરી છે. પરંતુ કેટલાંક જિલ્લામાં સરકારના સત્તાવાર રેકોર્ડ પર બતાવેલાં કોરોના મૃત્યુ કરતાં મૃતક પરિવાર તરફથી ફોર્મ વધુ ભરાયા હોવાની માહિતી સામે આવતા તંત્ર અને પરિવારજનો અસમંજસમાં મુકાયા છે.

આ પણ વાંચો :બંધારણ દિવસે PM મોદીએ કોંગ્રેસ સહિત વિપક્ષ પર કર્યો પ્રહાર…

કોરોનાથી થનારા મૃતકોના પરિવારોની વ્હારે સરકાર

કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાંના પરિવાર માટે સુપ્રિમ કોર્ટે સહાનુભૂતિ દાખવીઅને રાજ્યોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવા આદેશ કર્યો. સુપ્રિમકોર્ટના આદેશના પગલે ગુજરાત સરકારે કોરોનાથી થયેલાં પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.50 હજાર આર્થિક સહાય આપવા નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના અમલરૂપે વહીવટીતંત્રએ આર્થિક સહાય 10 જ દિવસમાં મળે તેવો નિર્ણય કર્યો છે. આ અંગે અરજદારે ફોર્મ ભરી જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે. દરમિયાન ગુજરાતના કેટલાંક જિલ્લામાં વહીવટીતંત્રએ જારી કરેલાં સહાય ફોર્મ અને સરકારે જે-તે જિલ્લામાં કોરોના કારણ દર્શાવેલાં સત્તાવાર મૃત્યુઆંકમાં તફાવત જોવા મળ્યો છે.જે મુજબ સત્તાવાર મૃત્યુઆંક ઓછો દર્શાવ્યો છે અને સહાયફોર્મ વધુ ભરવામાં આવ્યાની પ્રતિતિ જોવા મળી છે.તારીખ-25 નવેમ્બરની સ્થિતિએ સહાયફોર્મ ભરાયાની વિગત આ મુજબ છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બંધારણ દિવસનો કર્યો બહિષ્કાર…

મૃત્યુઆંકમાં સત્ય શું ?  

  • જિલ્લો           –    સત્તાવાર મૃત્યુ  –  સહાયફોર્મ ભરાયા  
  • અમદાવાદ    –        3412           –         3600
  • રાજકોટ         –         458            –          1350
  • ભાવનગર      –         298            –            520

મંતવ્યન્યૂઝ પાસે આ ત્રણ જિલ્લાની માહિતી આવી છે. જે પ્રસ્તુત કરી છે. પરંતુ અન્ય જિલ્લામાં પણ જાહેર થયેલા મૃત્યુ કરતાં વધુ સહાયફોર્મ ભરાયા કે ઉપાડાયા હોવાની સંભાવના નકારી શકાય એમ નથી. ત્યારે સહાયફોર્મ ભરાવાની સંખ્યા વધવાથી કોરોનાનો વાસ્તવિક મૃત્યુઆંક કેટલો ?  એ પ્રશ્ને અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

એકબાજુ ભાજપ સરકારની સત્તાવાર માહિતી મુજબ 10 હજારથી વધુના મૃત્યુ હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે કોઇ આધાર-પુરાવા રજૂ કર્યા વગર ગુજરાતમાં કોરોના કારણે 3 લાખના મૃત્યુ નિપજ્યા હોવાનો આક્ષેપ કરી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે.હવે વાસ્તવિકતા જે પણ હોય અને મૃત્યુ જે પણ હોય પરંતુ આરટીપીસીઆર સહિતના કોરોના પુરાવા રજૂ કરી મૃત્યુ થયા હોવાના પુરાવા રજૂ કરનારાને મૃત્યુ સહાય મળે તે જરૂરી છે.

આ પણ વાંચો : મોદી સરકાર હુર્રિયત સામે મોટી કાર્યવાહી કરશે,UAPA હેઠળ પ્રતિબંધ લગાવી શકે છે!

આ પણ વાંચો :પરમબીર સિંહે પોતાને ભાગેડુ જાહેર કરતા આદેશને રદ કરવા કોર્ટમાં અરજી કરી

આ પણ વાંચો :PM મોદીએ બંધારણ દિવસની દેશવાસીઓને આપી શુભેચ્છા,નિ:સ્વાર્થ સેવક ન હોય તો બંધારણ કશું ન કરી શકે