Not Set/ ટોય ગન બતાવી સોની પાસેથી રૂ. 3.50 લાખની લૂંટ

અમદાવાદના બારેજા વિસ્તારમાં સોની વેપારી સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાણીપમાં રહેતા અને બારેજામાં સોનીની દુકાન ધરાવતા વેપારી બારેજા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે કારનું પંચર બનાવડાવતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારીને રમકડાંની ગન બતાવી અને સોનાના દાગીના અને રોકડ રૂ. એક લાખ સહિતની રૂ 3.50 લાખની મતાની લૂંટ કરી ફરાર […]

Top Stories Ahmedabad Gujarat
toy gun stock ટોય ગન બતાવી સોની પાસેથી રૂ. 3.50 લાખની લૂંટ

અમદાવાદના બારેજા વિસ્તારમાં સોની વેપારી સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાણીપમાં રહેતા અને બારેજામાં સોનીની દુકાન ધરાવતા વેપારી બારેજા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે કારનું પંચર બનાવડાવતા હતા ત્યારે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારીને રમકડાંની ગન બતાવી અને સોનાના દાગીના અને રોકડ રૂ. એક લાખ સહિતની રૂ 3.50 લાખની મતાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી રાણીપના અર્જુન આશ્રમરોડ પર આવેલા સુવર્ણ એપાર્ટમેન્ટ-ર-માં રહેતા ભાગ્યવાન શાહ અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં સુવર્ણ નામની જ્વેલર્સ નામથી સોના-ચાંદીની દુકાન ધરાવે છે. ગઈ કાલે રાતે ભાગ્યવાન દુકાન બંધ કરી ઘર તરફ જવા નીકળ્યા હતા.

દરમ્યાનમાં બારેજા ચોકડી પાસે તેમની કારમાં પંચર પડ્યું હતું. કારમાં પંચર પડતાં તેઓ એચપીના પેટ્રોલ પંપ પાસે પંચર કરાવવા ઊભા હતા. દરમ્યાનમાં એક બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સ આવ્યા હતા. એક શખ્સે તેની પાસે રહેલી રમકડાં જેવી ગન ભાગ્યવાનને બતાવી હતી.

ત્યાં હાજર બનાવતો કારીગર અને ભાગ્યવાન ગભરાઈ ગયા હતા. લૂંટારુઓ કારનો કાચ તોડી અને પાછળની સીટમાં રહેલા બે સોનાનાં મંગળસૂત્ર, પાંચ સોનાની ચેન અને રૂ. એક લાખ લઈ નાસી ગયા હતા. અસલાલી પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.