નવી દિલ્હી,
લાંચકાંડમાં ફસાયેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ટોચના ઓફિસર રાકેશ અસ્થાના દ્વારા પોતાના વિરુધ થયેલી FIR રદ્દ કરવાની માંગને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી ચુકી છે, ત્યારે આ વચ્ચે અસ્થાનાને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા બુધવારે રાકેશ અસ્થાનાને આપવામાં આવેલી વચગાળાની રાહત ૨૮ નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેઓએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને FIR રદ્દ કરવાની માંગ કરી હતી.
પરંતુ અસ્થાના કરવામાં આવેલી માંગના ગણતરીના કલાકોમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેઓને એક ઝટકો લાગ્યો હતો અને હાઇકોર્ટે રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાની માંગને ફગાવી હતી.
શું છે આ મામલો ?
હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં.
અસ્થાના પર આરોપ છે કે, તે માંસના વ્યાપારી મોઈન કુરેશી વિરૂદ્ધ એક કેસની તપાસ કરી રહ્યાં હતાં, તેની પાસેથી તેમણે લાંચ લીધી હતી.