દહેરાદૂન,
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરનારું ઉતરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વિધાનસભામાં આ બીલ પાસ થઇ ગયું છે હવે આ બીલને અપ્રુવલ માટે કેદ્ર સરકાર પાસે મોકલવામાં આવશે. ઉત્તરાખંડના પશુપાલનના મંત્રી રેખા આર્યએ ઉત્તરાખંડની વિધાનસભામાં બિલ રાખ્યું કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે બધા ગાયના મહત્વને સારી રીતે ઓળખીએ છીએ. માત્ર ભારત જ નહી પરંતુ બીજા દેશમાં પણ ગાયનું સમ્માન કરવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપના ધાર્મિક ગ્રંથોમાં પણ ગાયનું મહત્વનો ઉલ્લેખ કરેલો છે. ગાયના શરીરમાં ૩૩ કરોડ દેવતાનો વાસ રહેલો છે. જો ગાયને રાષ્ટ્રમાતાનો દર્જો મળી જાય તો ગાયની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવશે અને ગૌહત્યાને પણ રોકી શકાશે.
સમય આવી ગયો છે ગાયની સુરક્ષાનો
પશુપાલન મંત્રીના કહેવા પ્રમાણે ઘણા લોકો માટે પ્રાણી કમાણીનું સાધન છે અને તેમનો જીવનનિર્વાહ તેના પર આધાર જ આધારિત હોય છે. દેહરાદૂનના મેયર વિનોદ ચંબોલી સહિત ભારતના ઘણા નેતાએ આ પ્રસ્તાવમાં સાથ આપ્યો છે. બધાનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ગાયની સુરક્ષાને સુનિશ્ચિત કરીએ.
પ્રથમ ગૌશાળાની પરિસ્થિતિ સુધારો
વિપક્ષના નેતા ઇન્દીરા હ્રદયેશે કહ્યું હતું કે અમે બધા ગાયનું સમ્માન કરીએ છીએ પંરતુ હું એ નથી સમજી શકતો કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરીને તમે શું સાબિત કરવા માંગો છો ?
હાલ જોવા જઈએ તો રાજ્યમાં ગૌશાળા ઘણી ખરાબ પરિસ્થિતિમાં છે.
ગાય ઘરડી થઇ જાય પછી તેને લોકો રસ્તા પર રઝળતી કરી દે છે. તો ઘણી જગ્યાએ પશુના ડોક્ટરની પણ કમી છે.
તેમણે ઉમેર્યું હતું કે બીજેપીએ પહેલા નક્કી કરવું જોઈએ કે કોઈ વાછરડું મરી ન જાય, ગાયને યોગ્ય ભોજન મળી રહે, ઘરડી ગાય માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને ગૌશાળાની સ્થિતિ સારી હોય.
અંતે મતદાનના આધારે ગાયના પ્રશ્ન પર ઠરાવ પસાર થયો
ગાયને રાષ્ટ્માંતા બનાવવી કે નહી તે પ્રશ્ન પર બધાના વિચારો અલગ હતા અંતે વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ્ર અગ્રવાલે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોના મંતવ્યો સાંભળ્યા પછી મતદાનના આધારે ઠરાવ પસાર કર્યો હતો.