Not Set/ કરોડપતિ પરિવારનાં છઠ્ઠા સભ્યનું કોરોનાથી મોત, હવે કોઇ મૃતદેહ સંભાળનાર રહ્યું નથી

  ભાગ્યએ ફાડેલી ચાદરનું કોઈ રફુ કરી શકતું નથી. જી હા, વાત ભયાવહ છે પણ સાચી જ છે. ધનબાદના કટરાઓના પરિવાર સાથે કોરોનાએ આવી જ તબાહી મચાવી દીધી છે કે ચેપગ્રસ્ત છઠ્ઠા સભ્યના મોત પછી તેનો મૃતદેહ લઈ જનાર કોઇ બચ્યુ જ નથી. કરોડપતિ પરિવારની વ્યથા દરેકની જીભે સાંભળવા મળી રહી છે.  કોરોનાનાં કહેરનો દિલ દહેલાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. કોરોનાએ કેવી અલગ પ્રકારની ભયાવહ અને […]

India Uncategorized
e0a5897d9cef0b73f1e817979aaeb78d કરોડપતિ પરિવારનાં છઠ્ઠા સભ્યનું કોરોનાથી મોત, હવે કોઇ મૃતદેહ સંભાળનાર રહ્યું નથી
e0a5897d9cef0b73f1e817979aaeb78d કરોડપતિ પરિવારનાં છઠ્ઠા સભ્યનું કોરોનાથી મોત, હવે કોઇ મૃતદેહ સંભાળનાર રહ્યું નથી 

ભાગ્યએ ફાડેલી ચાદરનું કોઈ રફુ કરી શકતું નથી. જી હા, વાત ભયાવહ છે પણ સાચી જ છે. ધનબાદના કટરાઓના પરિવાર સાથે કોરોનાએ આવી જ તબાહી મચાવી દીધી છે કે ચેપગ્રસ્ત છઠ્ઠા સભ્યના મોત પછી તેનો મૃતદેહ લઈ જનાર કોઇ બચ્યુ જ નથી. કરોડપતિ પરિવારની વ્યથા દરેકની જીભે સાંભળવા મળી રહી છે. 

કોરોનાનાં કહેરનો દિલ દહેલાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. કોરોનાએ કેવી અલગ પ્રકારની ભયાવહ અને દુખદ સ્થિતિ સર્જી છે. એક પછી એક પરિવારના છ સભ્યોએ કોરોનાનાં કારણે આ દુનિયા છોડી દીધી છે. પાંચમા ભાઈનું સોમવારે રિમ્સમાં અવસાન થયું અને તેને પણ ફાની દુનિયામાંથી કોરોનાનાં કારણે જ વિદાય લીધી હતી. મૃત્યુના 24 કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં કોઈ મૃતદેહને લેવા પણ આવી શક્યું નથી, કારણે કે પરિવારમાં પાછળ કોઇ બચ્યું જ નથી. કટરાસમાં હાજર સગા-સબંધીઓએ જણાવ્યું હતું કે, ઘરના બાકીનાં લોકો કોરેન્ટાઇન છે અને બધાં ઘરઓ ક્યુરેન્ટાઇનમાં છે. વહીવટી તંત્રએ મૃતદેહ લાવવામાં મદદ કરવી જોઈએ. 

Maharashtra: Committee to analyse each death | Cities News,The Indian  Express

કટરાસના આ વેપારી પરિવારની કરુણ વાર્તા બધે જ ચર્ચામાં છે. ચેપગ્રસ્ત માતા પછી મૃત્યુ પામેલા પાંચ પુત્રોનો ધનબાદ, રાઉલકેલા, પુરૂલિયા અને દિલ્હી સહિતના શહેરોમાં મોટો ધંધો છે. વળી, આ પરિવારમાંથી પાંચ ભાઇઓ સિવાયની બે વ્યક્તિઓ આવકવેરાના વકીલ હતા. અગાઉ આ પરિવારના સભ્યો બીસીસીએલમાં રેતી વહનનું કામ કરતા હતા. બાદમાં બધા જુદી જુદી જગ્યાએ સ્થાયી થયા અને ત્યાં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. કુટુંબ આર્થિક રીતે સમૃદ્ધ છે, પરંતુ કોરોનાએ પાયમાલી કરી આખો પરિવારને વિખી નાખ્યો છે. 

કટરાસમાં એક ભાઈ મોબાઇલ પાર્ટ્સનો જથ્થાબંધ વ્યવસાય ધરાવે છે. બીજા ભાઈની રૌલાકેલામાં સ્પોન્જ લોખંડની ફેક્ટરી છે. ત્રીજા ભાઈની પુરૂલિયામાં સ્ક્રેપ ફેક્ટરી છે. ચોથા ભાઈનો કોલસા પરિવહન અને પથ્થર ક્રશર નો ધંધો હતો, પાંચમા ભાઈનો ધનબાદમાં રિસોર્ટ છે. છઠ્ઠા ભાઈ દિલ્હીમાં વેપાર કરતો. અહીં, રાણી બજારના ઉપરના મકાન પર હજી પણ સીલ છે. જ્યાં એક જ કુટુંબના લગભગ 14 લોકો ઘરના લોકો સંસર્ગમાં છે. બીજી તરફ, આ પરિવારના લગ્ન સમારોહમાં ભાગ લેનારા 70 લોકોમાંથી ઘણાના કોરોના વિશેના રિપોર્ટ હજી મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews