GST/ કેન્દ્રને ગુજરાતમાંથી GST ની જંગી આવકઃ એક લાખ કરોડની સપાટી વટાવી

કેન્દ્ર સરકારને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ગુજરાતને જીએસટી પેટે અધધધ કમાણી થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં કેન્દ્રને ગુજરાતમાંથી જીએસટીની આવક એક લાખ કરોડની સપાટીને વટાવી ગઈ છે અને 1.1 લાખ કરોડ થઈ છે.

Top Stories India
GST
  • કોરોના પછી ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડતા જીએસટીમાં વધારો નોંધાયો છે 
  • કેન્દ્ર સરકારને ડિસેમ્બરમાં એસજીએસટીની આવક 4,856 કરોડ થઈ હતી
  • ગયા વર્ષની તુલનાએ ડિસે. 2022માં એસજીએસટીની આવકમાં 31.54 ટકાનો વધારો 

કેન્દ્ર સરકારને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ગુજરાતને જીએસટી (GST) પેટે અધધધ કમાણી થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં કેન્દ્રને ગુજરાતમાંથી જીએસટીની (GST) આવક એક લાખ કરોડની સપાટીને વટાવી ગઈ છે અને 1.1 લાખ કરોડ થઈ છે. આમ ગયા વર્ષે કેન્દ્રને ગુજરાતમાંથી જીએસટીમાંથી (GST) થયેલી આવકની તુલનાએ 17 ટકાનો વધારો થયો છે.
કોરોના પછી ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડતા જીએસટીમાં (GST)  વધારો નોંધાયો છે. રાજ્યમાં આર્થિક અને વ્યાપારિક પ્રવૃત્તિમાં વધારો થયો હતો. તેની સાથે ફુગાવો વધતા મોંઘવારીમાં પણ વધારો થયો હતો. ગુજરાતમાં કોરોના વાઇરસ પછી કારોબાર મંદીમાંથી બેઠો થઈ રહ્યો છે. તેના પગલે વ્યાપાર-ઉદ્યોગમાં સતત તેજી જોવા મળી રહી છે.
એપ્રિલ 2022માં ગુજરાતે વર્ષના મોટાભાગમાં 11,200 કરોડનું સરેરાશ જીએસટી (GST) કલેકશન નોંધાવ્યું હતું. આમ જીએસટી (GST) કલેકશનનો આંકડો સરેરાશ નવથી દસ હજાર કરોડના કલેકશનની વચ્ચે રહ્યો છે. આ ઉપરાંત કાચા માલના ભાવમાં વધારો અને તૈયાર ઉત્પાદનોના ભાવમાં વધારાએ પણ કલેકશનને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કેન્દ્ર સરકારને ડિસેમ્બરમાં એસજીએસટીની આવક 4,856 કરોડ થઈ હતી. આમ તેમા ગયા વર્ષના ડિસેમ્બરમાં 3,692 કરોડની તુલનાએ ડિસેમ્બર 2022માં એસજીએસટીની આવકમાં 31.54 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં ડિસેમ્બર 2022ના અંતે વેટની આવક 3,214 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 2,645 કરોડની તુલનાએ 21.52 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ગુજરાતમાં ડિસેમ્બર 2022ના અંતે જીએસટીની (GST) આવક 9,238 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 26 ટકા વધારો દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે લગભગ દર મહિને 1.40 લાખ કરોડથી ઉપર (GST) કલેકશન નોંધાવ્યું હતું. આગામી નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકાર સતત 1.50 લાખથી 1.60 લાખ જેટલું કે તેના કરતાં પણ વધારે માસિક જીએસટી (GST) કલેકશન મેળવવાનું આયોજન ધરાવે છે. આ ઉપરાંત ફાઇવ-જીના લોન્ચિંગના લીધે અને ક્રિપ્ટો કરન્સી પર લાદેલા ટેક્સના કારણે તથા ઓનલાઇન ગેમિંગ પરના પ્રતિબંધના કારણે કલેકશનમાં વધારો થશે તેવી આશા છે.

સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 17લાખથી 18 લાખ કરોડની વચ્ચે જીએસટી કલેકશન કરવાની આશા ધરાવે છે. આ ઉપરાંત સરકારને આવકવેરા પેટે પણ 14 લાખ કરોડથી વધારે ઇન્કમ થવાની આશા છે. તેની સાથે પેટ્રોલિયમ પેદાશમાંથી ચાર લાખ કરોડની આવક થશે તેમ મનાય છે.

આ પણ વાંચોઃ

રાજનાથ સિંહે ચીનને આપી ચેતવણી ‘ભારત કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર ‘

Cyber Crime/ 30 મિનિટમાં 37 લાખ છૂઃ સાઇબર ગુનેગારો બેફામ

થાઈલેન્ડ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્શી લેન્ડિંગ