Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cyber Crime/ 30 મિનિટમાં 37 લાખ છૂઃ સાઇબર ગુનેગારો બેફામ

સાઇબર ગુનેગારો રીતસરના બેફામ બની રહ્યા છે. તેમા પણ બેન્કમાં વધારે રકમ રાખનારા અને તેમા પણ ચાલુ ખાતામાં વધારે રકમ રાખનારાઓએ ચેતતા રહેવાની જરૂર છે.

January 3, 2023jani
Top Stories India
  • મહેસાણાના બિલ્ડરના ખાતામાં વગર ઓટીપીએ 37 લાખ છૂ
  • બેન્કની સિક્યોરિટી સિસ્ટમની ઐસી કી તૈસીઃ કરતાં સાઇબર ગુનેગારો
  • બિલ્ડરો તરત જ ખાતુ બ્લોક કરતાં બાકીના 64 લાખની રકમ બચી ગઈ

સાઇબર ગુનેગારો રીતસરના બેફામ બની રહ્યા છે. તેમા પણ બેન્કમાં વધારે રકમ રાખનારા અને તેમા પણ ચાલુ ખાતામાં વધારે રકમ રાખનારાઓએ ચેતતા રહેવાની જરૂર છે. મહેસાણાના બિલ્ડર સાથે થયેલો સાઇબર ક્રાઇમનો (Cyber crime) બનાવ ભલભલાને વિચારતા કરી દે તેવો છે.

સામાન્ય રીતે સાઇબર ક્રાઇમના કિસ્સામાં(Cyber crime) ઓટીપી શેર કરવામાં આવતા રૂપિયા ઉપડી જા છે. પણ હવે સાઇબર ગઠિયાએ ટેકનોલોજીમાં માસ્ટર બનતા બેન્કની સિકયોરિટી સિસ્ટમની ઐસી કી તૈસી કરીને રૂપિયા ઉપાડી લેતા બિલ્ડરની સાથે-સાથે બેન્ક પણ ચોંકી ઉઠી છે.

બિલ્ડરે જો તાત્કાલિક ખાતુ બ્લોક કર્યુ ન હોત તો સાઇબર ગઠિયો 64 લાખ રૂપિયા તેના ખાતામાંથી તફડાવી ગયો હોત. સાઇબર ગઠિયાએ ફક્ત અડધો કલાકમાં જ બિલ્ડરના ખાતામાંથી 37 લાખ રૂપિયા ત્રણ ટ્રાન્ઝેકશનમાં ઉપાડી લીધા હતા. બિલ્ડરે આ અંગે મહેસાણા સાઇબર ક્રાઇમમાં (Cyber crime) પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી કે વગર ઓટીપી કે કોલ વગર ખાતામાંથી 37 લાખ રૂપિયા કપાઈ ગયા હતા.

મહેસાણાના રાધનપુર રોડ પર કૃષ્મ સોસાયટીમાં રહેતા અને સાંકેત બિઝનેસ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશનના કારોબાર સાથે જોડાેલા બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ ઓફિસમાં બેઠા હતા. 21 ડિસેમ્બરના રોજ તેમના મોબાઇલ બેન્ક ખાતામાંથી બપોરે ત્રણથી પોણા ચાર વાગે સંદેશો આવ્યો હતો, આ મુજબ આઇસીઆઇસીઆઇ બેન્કમાં તેમના ખાતામાંથી દસ લાખ રૂપિયા કપાઈને બેન્કના જ અન્ય ખાતામાં જમા થયા હતા.

તેના પછી તરત જ બીજો સંદેશ આવ્યો હતો જેમા બીજા દસ લાખ આઇસીઆઇસીઆઇ બેન્કના બીજા ખાતામાં ગયા હતા. આમ વીસ લાખ ખાતામાંથી કપાયાના બે મેસેજ મળતા તેઓ દોડીને ઓફિસ નીચે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કની શાખામાં ગયા હતા. તેઓએ ત્યા બનાવની જાણ બેન્કના કર્મચારીને કરતા હતા તેવામાં ત્રીજો મેસેજ આવ્યો હતો, જેમા વધુ 17 લાખ બેન્કના ખાતામાંથી ઉપડી ગયા હતા. આમ ફક્ત 30 મિનિટમાં 37 લાખ ઉપડી ગયા હતા. તેના પગલે દુષ્યંતભાઈએ બેન્ક ખાતુ બ્લોક કરાવી દીધુ હતુ. તેના પગલે ખાતામાં પડેલા બીજા 64 લાખની રકમ બચી ગઈ હતી.

આ બનાવના પગલે ફરિયાદીએ સાઇબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. સાઇબર સેલે 37 લાખની રકમનું પેમેન્ટ પણ જપ્ત કર્યુ છે. આમ બેન્કના બીજા ખાતામાં ગયેલી રકમને ગઠિયો ઉપાડી નહી શકે. પણ આ તો બિલ્ડરે તાત્કાલિક પગલાં લેતા તેની બાકીની રકમ બચી ગઈ હતી. હવે જો તેની ઓફિસ બેન્ક શાખાથી દૂર હોત તો અને તેને બેન્કમાં પહોંચવામાં મોડું થયું હોત તો તેનું ખાતુ સાવ સાફ થઈ ગયું હોત.

આ ઘટના બતાવે છે કે સાઇબર અપરાધીઓ બેન્કની સિક્યોરિટી સિસ્ટમને તોડવામાં સફળ રહ્યા છે. હવે તેઓ તમારા અને બેન્ક કરતાં પણ આગળ વિચારી રહ્યા છે. આ ઘટના રીતસરની ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી માટે મોટો પડકાર છે. આ બતાવે છે કે સાઇબર ક્રાઇમ હવે ફક્ત સંગઠિત ગુનાખોરી પૂરતો સીમિત નથી, તે તમારા ઘરઆંગણા સુધી આવી ગયો છે.

આ પણ વાંચોઃ

Accidents/ ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવાનો આ સમય સૌથી ખતરનાક

Delhi Kanjhawala Accident/ દિલ્હી અકસ્માત કેસમાં નવા CCTV ફૂટેજ સામે આવતા થયા અનેક ખુલાસા, પોલીસે શરૂ કરી તપાસ

Post navigation

મંત્રીના નિવેદન માટે સરકાર જવાબદાર નથી, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો
થાઈલેન્ડ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્શી લેન્ડિંગ

More Posts

આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે મોહિની એકાદશીએ શ્રી હરિનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

May 8, 2025May 7, 2025Komal Patel

Not Set/ ભાવનગર: વરૂણ ટગમાં બ્લાસ્ટ, 4 લોકોનાં મોત

December 21, 2018December 21, 2018Nirmal Acharya

Gujarat News/ ગુજરાતના નવા રમતગમત મંત્રી, જયરામ ગામિત આદિવાસી પૃષ્ઠભૂમિના મહેનતુ નેતા

October 19, 2025October 19, 2025Panara Mansi
Byju's

BYJU's/ કર્મચારીઓને પગાર ચૂકવવા સક્ષમ નથી Byju’sના માલિક! ઘર મુકવું પડ્યું ગીરવે

December 5, 2023khusbu pandya

Proud/ ભારતીય મૂળના લીના નાયર ફ્રાન્સની કંપનીના CEO બન્યા,જાણો સમગ્ર વિગત

December 14, 2021December 14, 2021mustak malik
Congress Announced Candidates

Gujarat Election/ કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારની છેલ્લી યાદી, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

November 16, 2022Rahul Rathod

Not Set/ મંતવ્ય ન્યૂઝ પાસે સંભવિત ઉમેદવારોની પેનલ તો કેટલીક બેઠકો પર સીંગલ નામ નિશ્ચિત

March 19, 2019March 20, 2019parth amin

Not Set/ અયોધ્યા ચુકાદો/ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય મંદિર ત્યા જ બનશે, મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે

November 9, 2019November 11, 2019hardik shah

રાજસ્થાન/ ઓક્સિજન લાગેલું હતુ, હાથ બાંધેલા હતા, ICUમાં મહિલા દર્દી સાથે અડધી રાત્રે નર્સિંગ કર્મચારીએ કર્યો રેપ

March 20, 2021Bhumika patel

Srinagar News/ વિખેરાઈ જાઓ, ગેટ તરફ ન દોડો… પહેલગામ હુમલામાં નિઃશસ્ત્ર સેના અધિકારીએ સંભાળી જવાબદારી, 35-40 લોકોના જીવ બચાવ્યા

April 28, 2025Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy