કંગના રણોત ટ્વિટર પર હંમેશા એક્ટિવ રહે છે અને આવી સક્રિયતાના કારણે તે ઘણીવાર વિવાદોમાં પણ સપડાઇ જાય છે. વિવાદો અને કંગનાનો સંબંધ જુનો છે. થોડાક દિવસ પહેલા કિસાન આંદોલનને લઇને પજાબી કલાકારોના રોષનો ભોગ બનેલી કંગનાએ હવે એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે.
બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે રવિવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કર્યા હતા. હવે કંગનાએ શાહી પરિવારમાં મચેલા ધમાસાણને લઇને ટ્વિટ કર્યું છે. કંગનાએ પોતાના ટ્વિટમાં મહાત્મા ગાંધીને પણ લપેટી લીધા છે. તેણે મહાત્માને સારા પિતા અને પતિ હોવા અંગે સવાલ ઉઠાવ્યા છે.
For few past days, people gossiped, judged, online lynched a family based on one sided story at the cost of a family, I never saw the interview as sass, bahu, sajish type stuff never excites me. All I want to say is one woman the only ruling Monarch left on this globe (cont) pic.twitter.com/1RNlz9QND1
— Kangana Ranaut (@KanganaTeam) March 12, 2021
મહાત્મા પર નિશાન
કંગનાએ ગાંધીજી પર નિશાન સાધતા લખ્યું છે કે મહાત્મા ગાંધી પર પોતાના જ બાળકો દ્ધારા ખરાબ પિતા હોવાના આરોપો લગાવાયા હતા. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે તે પોતાની પત્નીને ઘરેથી શૌચાલય સાફ કરવાની ના પાડવાના કારણે ઘરેથી બહાર ધકેલી દેતા હતા. તે એક મહાન નેતા હતા પરંતુ એક મહાન પતિ નહોતા. પરંતુ જ્યારે એક પુરુષની વાત થાય છે ત્યારે દુનિયા તેને માફ કરી દે છે.
કંગનાનું ટ્વિટ
કંગનાએ સૌથી પહેલા ટ્વીટ કરી લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકોએ એક પરિવાર પર એકતરફી સ્ટોરી સાંભળીને ખુબ ગોસીપ કરી, જજ કર્યું, ઓનલાઇન લિંચ કર્યું. મેં ક્યારેય સાસુ-વહુ અને સાજિશ જેવા ઇન્ટરવ્યૂ નથી જોયા કારણ કે આ ચીજો મને ઉત્સાહિત નથી કરતી. હું ફ્કત એટલું કહેવા માંગુ છું કે આખા ગ્લોબ પર તે એકમાત્ર મહિલા શાસક બચી છે.
