Not Set/ બ્રાઝિલે કોવેક્સિનની ડીલને કરી સસ્પેન્ડ, 324 મિલિયન ડોલરનો હતો કોન્ટ્રાક્ટ

ભારતમાં બનેલી કોરોના વેક્સિન કોવેક્સિનની ખરીદીને લઈને બ્રાઝિલમાં ખળભળાટ મચી ગયો છે. જણાવી દઇએ કે, આક્ષેપો વેક્સિનની ખરીદીમાં ભ્રષ્ટાચારનાં છે, જેના વિશે સમગ્ર વિવાદ ઉભો થયો છે.

Top Stories World

ભારતમાં બનેલી કોરોના વેક્સિન કોવેક્સિનની ખરીદીને લઈને બ્રાઝિલમાં ખળભળાટ મચી ગયો છે. જણાવી દઇએ કે, આક્ષેપો વેક્સિનની ખરીદીમાં ભ્રષ્ટાચારનાં છે, જેના વિશે સમગ્ર વિવાદ ઉભો થયો છે. ‘ભારત બાયોટેક’ની કોવિડ-19 વેક્સિનની ખરીદીને લઈને કરારમાં કેટલીક ગેરરીતિઓ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ કેસમાં બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો વિરુદ્ધ પણ તપાસ શરૂ થઈ છે અને આ દરમ્યાન બ્રાઝિલે ભારત બાયોટેકનાં કોવેક્સિન ખરીદવાના કરારને સસ્પેન્ડ કરી દીધો છે. આની જાહેરાત બ્રાઝિલનાં આરોગ્ય મંત્રીએ કરી છે.

આ પણ વાંચો – કેબિનેટ માં ફેરબદલ અથવા કંઇક. / કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાશે જેમાં પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ અંગે મોટા સંકેતો આપી શકે છે

બ્રાઝિલમાં આ ડીલ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા, ત્યારબાદ હવે 320 મિલિયનનો આ કરાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બ્રાઝિલનાં આરોગ્યમંત્રી માર્સેલો ક્વિરોગાએ ભારત સાથે કોરોના વેક્સિન અંગે 324 મિલિયન ડોલરનો કરાર તોડવાની વાત કરી છે. આરોગ્યમંત્રીએ જાહેરાત કરી કે, અનિયમિતતાઓનાં આરોપ પર વિવાદ બાદ કરાર સ્થગિત કરી દે છે. આપને જણાવી દઈએ કે, બ્રાઝિલે ભારતમાં બનેલી કોરોના વેક્સિન કોવેક્સિનનાં 20 મિલિયન ડોઝ ખરીદવાના હતા, જેના માટે ફેબ્રુઆરીમાં 324 મિલિયન ડોલરનાં કરાર પર હસ્તાક્ષર થયા હતા. જણાવી દઇએ કે, આ ડીલ અંગે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયનાં અધિકારી પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જાયરે આની જાણકારી હતી, પરંતુ તેમ છતાં તે આ ડીલ રોકી શક્યા નહીં અને બ્રાઝિલને મોંઘી કોવેક્સિન ખરીદવી પડી.

આ પણ વાંચો – નવા આઇટી નિયમ / રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેડરલ કંટ્રોલર જનરલ (સીજીયુ) નાં મુખ્ય આરોગ્ય મંત્રી માર્સેલો ક્વિરોગા સાથે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે, એજન્સી વેક્સિન ખરીદવાની પ્રક્રિયાની તપાસ કરશે. બ્રાઝિલનાં આરોગ્ય મંત્રી ક્વિરોગાએ કહ્યું કે, તેમનું મંત્રાલય આ મુદ્દાને ઉઠાવવામાં આવતા તમામ પાસાંની ચકાસણી માટે વહીવટી તપાસ કરશે. તેમણે વધુમાં કહ્યુ કે, અમારી પાસે વધુ નક્કર ડેટા મળશે ત્યારે અમે વાતચીત કરીશું. 

આ પણ વાંચો – બેકાબુ કોરોના / કેરળ રાજ્યએ વધારી ચિંતા, દેશમાં નવા કેસોનાં 30 ટકા કેસ એકલા કેરળમાં નોંધાયા

આપને જણાવી દઇએ કે, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ બોલ્સોનારો પર કોરોનાવાયરસ વેક્સિન ખરીદવાના સોદામાં શક્ય ભ્રષ્ટાચારની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ સોદા અંગેનાં આક્ષેપો છે કે બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયનાં અધિકારી પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો આ સોદા વિશે સંપૂર્ણ જાગૃત હતા, પરંતુ તેમ છતાં તેમણે આ સોદો અટકાવ્યો નહીં અને બ્રાઝિલને મોંઘી કોવેક્સિન ખરીદવી પડી. બ્રાઝિલમાં આ આક્ષેપો સાથે વિવાદ શરૂ થયો છે.