Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનું એકાઉન્ટ લોક થયા બાદ સંસદિય સમિતીએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ

નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે તણાવનો માહોલ યથાવત છે. આ તણાવનો માહોલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. દરમ્યાન, માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ મંગળવારે એક બેઠક બોલાવી છે.

June 30, 2021June 30, 2021hardik shah
Top Stories India

નવા આઈટી નિયમોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે તણાવનો માહોલ યથાવત છે. આ તણાવનો માહોલ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. દરમ્યાન, માહિતી અને તકનીકી મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિએ મંગળવારે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંસદીય સ્થાયી સમિતિએ ગૂગલ, ફેસબુક અને ટ્વિટરનાં અધિકારને ભારતનાં આઇટી નિયમનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.

Interesting / અમેરિકામાં જોવા મળ્યો સૌથી દુર્લભ પાયથોન, જુઓ વીડિયો

માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ફેસબુકે સમિતિ સમક્ષ જવાબ રજૂ કર્યો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસનાં નેતા શશી થરૂરનાં ટ્વિટર એકાઉન્ટ્સને લોક કરવા મામલે માહિતી અને તકનીકી સંબંધિત સંસદની સ્થાયી સમિતિએ બે દિવસની અંદર જવાબ માંગ્યો છે. એક સમાચાર એજન્સી અનુસાર સમિતિએ પૂછ્યું છે કે રવિશંકર પ્રસાદ અને શશી થરૂરનાં ટ્વિટર એકાઉન્ટ્સ કેમ લોક કરાયા હતા? આપને જણાવી દઈએ કે, ટ્વિટર દ્વારા copyright નાં કથિત ઉલ્લંઘન માટે આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બંધ કર્યા બાદ સંસદીય પેનલનાં અધ્યક્ષ શશી થરૂરે કહ્યું હતું કે, તેમની સાથે પણ આ જ બન્યું હતું. થરૂરે સમિતિને રવિશંકર પ્રસાદ અને તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ અંગે ટ્વિટર પાસેથી જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભે, હવે ટ્વિટરે બે દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે, 25 જૂને, ટ્વિટરે રવિશંકર પ્રસાદનાં એકાઉન્ટને એક કલાક સુધી અવરોધિત કરવામાં આવ્યો હતો અને આ માટે અમેરિકાનાં કાયદાને ટાંકવામાં આવ્યા હતા. વળી આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ટ્વિટર ભારત પ્રત્યે દ્વિ વલણ ધરાવે છે. ટ્વિટરનો ઉદ્દેશ યોગ્ય લાગતો નથી.

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

માહિતી તકનીક પર સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુક, ગૂગલ અને ટ્વિટરને નવા આઇટી નિયમોનું પાલન કરવા અને દેશનાં નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. આ અંગે ફેસબુકે સમિતિ સમક્ષ જવાબ પણ દાખલ કર્યો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, સંસદીય સ્થાયી સમિતિએ પૂછ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવી, જે બાદ ફેસબુકે કહ્યુ કે, જે લોકો પર એક્શન લેવામાં આવ્યા, એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાામાં આવી તે અંગેનો વિગતવાર અહેવાલ 15 જુલાઇ સુધીમાં જણાવશે. સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે આઇટી એક્ટ 2021 નું પાલન કરવું પડશે.

Post navigation

PM મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ શકે, 2019 પછી પ્રથમ વિસ્તરણ કરવા હિલચાલ, ગુજરાતમાંથી એકને પ્રધાનપદ મળવાની સંભાવના, 18 જુલાઇ અગાઉ થઇ શકે કેબિનેટનું વિસ્તરણ, 18 જુલાઇ થી શરૂ થશે લોકસભાનું ચોમાસુ સત્ર
કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક યોજાશે જેમાં પીએમ મોદી કેબિનેટ વિસ્તરણ અંગે મોટા સંકેતો આપી શકે છે

More Posts

WhatsApp

Technology/ WhatsApp ઈન્ડિયા હેડ અભિજિત બોસે આપ્યું રાજીનામું, પબ્લિક પોલિસી ડિરેક્ટરે પણ છોડી દીધી કંપની

November 15, 2022Maya Sindhav

Not Set/ રિલાયન્સ કમ્યુનિકેશન વિરુદ્ધ શરુ થશે બેન્કરપ્ટસી પ્રોસીડીંગ

May 16, 2018May 16, 2018mantavya
કેનેડાથી

ઘેલછા ભારે પડી/ મહેસાણાના 4 યુવાનોને અમેરિકા પહોંચાડવા માટે એજન્ટે વ્યક્તિ દીઠ 21 લાખ પડાવ્યા, GIDCમાં બનાવ્યો પ્લાન!

August 1, 2022mustak malik

સગીરા પર બળાત્કાર/ ઘરમાં ઘૂસીને સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો, હથોડી વડે મારી અને પછી તેને ફાંસીએ લટકાવી

June 8, 2023jani

Covid-19/ દુનિયા આખીને ડરાવતું UK, કોરોનાના નવા પ્રકારથી આખી દુનિયા ડરમાં

December 24, 2020December 24, 2020padma prajay

PM Modi/ PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન, ભારત સાથેના સંબધો પર શું થશે અસર?

July 15, 2024July 15, 2024Heena Dave

નિવેદન/ ખેડૂતના નેતા રાકેશ ટિકૈતે PMની સુરક્ષાની ચૂક મામલે જાણો શું કહ્યું….

January 5, 2022mustak malik
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે

National News/ 10 અને 20 રૂપિયાની નોટો હવે પ્લાસ્ટિકની બનશે? RBIની મોટી તૈયારી

July 17, 2026July 17, 2026Nikunj Patel

કૃષિ આંદોલન/ સિંઘુ બોર્ડર પર હોબાળો, એસએચઓ સહિત 5 પોલીસકર્મી ઘાયલ, પોલીસે પરિસ્થિતિનો સામનો કરવા બળનો ઉપયોગ કર્યો

January 29, 2021January 29, 2021padma prajay

આજનું રાશિફળ/ 20 નવેમ્બર 2021, શનિવારના દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?

November 20, 2021November 18, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy