Surat News/ કામરેજમાં ફૂડ સેફ્ટીનો સપાટો! 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, 2 રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી

Kamrej Food Safety: સુરતના કામરેજમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ દરમિયાન 7 ખાદ્ય એકમો ચેક કરાયા. 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો, જ્યારે 2 રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ રાખવાનો આદેશ અપાયો.

Top Stories Gujarat Surat
Kamrej Food Safety: 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, બે રેસ્ટોરન્ટ સીલ

Suraj News: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ફૂડ સેફ્ટી વિભાગ (Kamrej Food Safety) દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કોસમાડા અને એન્થમ સર્કલ આસપાસના વિસ્તારમાં (Kosmada Restaurant Action)  કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 7 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માનવ વપરાશ માટે અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ જણાયેલી 172 કિલોગ્રામ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

Kamrej Food Safety: 7 ખાદ્ય એકમોની તપાસ

ફૂડ સેફ્ટી ઓફિસર સી. એન. પરમાર, યુ. એસ. પાટીલ, વી. ડી. પટેલ અને બી. એન. ચૌધરીની ટીમ (Surat Food Department) દ્વારા વિવિધ ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા, સ્ટોરેજ વ્યવસ્થા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

રૂ. 22,477ની અખાદ્ય સામગ્રીનો નાશ

તપાસ દરમિયાન કુલ 172 કિલોગ્રામ ખાદ્ય સામગ્રી માનવ વપરાશ માટે યોગ્ય ન હોવાનું (172 Kg Food Waste) સામે આવ્યું હતું. આ સામગ્રીની અંદાજિત કિંમત રૂ. 22,477 હોવાનું જાણવા મળ્યું હતું. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અયોગ્ય અને બિનઆરોગ્યપ્રદ સામગ્રીને જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

બે રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી

તપાસ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિમાં કામગીરી કરતા, જરૂરી ફૂડ લાયસન્સ વગર વ્યવસાય કરતા અને અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગંભીર બેદરકારી જણાતા બે રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Kamrej Food Safety: 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, બે રેસ્ટોરન્ટ સીલ
Kamrej Food Safety: કામરેજમાં 172 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

જે બે એકમો સામે કાર્યવાહી થઈ: શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, એન્થમ સર્કલ નજીક, કોસમાડા, તા. કામરેજ, જિ. સુરત., અવસર ગાર્ડન રેસ્ટોરન્ટ, એન્થમ સર્કલ નજીક, કોસમાડા, તા. કામરેજ, જિ. સુરત. બંને એકમોને જરૂરી સુધારા કરવા, સ્વચ્છતા જાળવવા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યા બાદ જ ફરીથી વ્યવસાય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના

ફૂડ સેફ્ટી વિભાગે તમામ (Surat Food Department) ખાદ્ય વ્યવસાયિકોને Food Safety and Standards Act, 2006 તેમજ તેના નિયમોના Schedule-4નું કડકપણે પાલન કરવા સૂચના આપી છે. ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે વિશેષ અભિયાન

Kamrej Food Safety: 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, બે રેસ્ટોરન્ટ સીલ
Kamrej Food Safety:અખાદ્ય સામગ્રી મળી આવતા 2 એકમો સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, સુરતના એચ. કે. સોલંકીના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોરોમાં સ્વચ્છતા તથા હાઈજીનને લઈને વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સુરત શહેરને અડીને આવેલા કોસમાડા અને એન્થમ સર્કલ વિસ્તારમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. જે ખાદ્ય એકમો કાયદાકીય નિયમો અથવા હાઈજીનના ધોરણોનું પાલન નહીં કરે, તેમની સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈને તંત્ર સક્રિય

કામરેજ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તંત્ર દ્વારા તપાસ વધુ કડક બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીના એકમોને સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે તંત્ર દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગ્રાહકોની નજર હવે રેસ્ટોરન્ટના કિચન પર: અમદાવાદના 11,123 ફૂડ બિઝનેસને LIVE CCTVની સૂચના

આ પણ વાંચો: ઉંદરે કાતરેલા પાઉં મળ્યા! પટ્ટી વડાપાઉંનું લાયસન્સ 7 દિવસ સસ્પેન્ડ, ગ્વાલિયા સ્વીટ્સમાં 31 કિલો જથ્થો નષ્ટ

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ઐતિહાસિક ટ્રાન્સફર! પતિ-પત્નીના પારિવારિક પ્રશ્ને ગુજરાત પોલીસનો મોટો નિર્ણય