Vadodara News: વડોદરા નજીકના તલસટ ગામમાં (Talsat Village) વિશ્વામિત્રી નદીમાં એક આધેડ પડી જતાં મગર દ્વારા (Vadodara Crocodile Attack) તેમને પાણીમાં ખેંચી લઈ જવાની ઘટના સામે આવી છે. ઘર નજીક અચાનક પગ લપસી જતાં નદીમાં પડેલા આધેડને બહાર કાઢવા માટે સ્થાનિકો અને રેસ્ક્યુ ટીમે મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
Vadodara Crocodile Attack: ઘર પાસે ઊભા હતા, અચાનક પગ લપસ્યો
તલસટ ગામના રાઠોડિયા વાસમાં રહેતા રણછોડ રાઠોડ ઘર નજીક ઊભા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ વિશ્વામિત્રી નદીના પાણીમાં (Vishwamitri River Crocodile) ખાબક્યા હતા. તેઓ પાણીમાંથી બહાર આવે તે પહેલાં જ નદીમાં રહેલા મગરે તેમને પાણીમાં ખેંચી લીધા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આધેડને શોધવા માટે ગ્રામજનો અને સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા નદી કાંઠે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંધારું અને નદીની સ્થિતિને કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોડી રાત્રે મૃતદેહ મળ્યો
22 ઓગસ્ટની મોડી રાત સુધી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું. કલાકોની મહેનત બાદ રણછોડભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતદેહને મગરના મુખમાંથી ભારે પ્રયાસો બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહ પર મગરના હુમલાના નિશાન જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે તલસટ ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
બનાવની જાણ થતાં અટલાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી અને પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. રણછોડભાઈનું મોત નદીમાં ડૂબી જવાથી થયું કે મગરના હુમલાના કારણે થયું, તે અંગેની સ્થિતિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટ થશે.
પોલીસે તપાસ શરૂ કરી
અટલાદરા પોલીસે હાલ અકસ્માતે મોતનો (Crocodile Incident Vadodara) ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના સંજોગો, સાક્ષીઓના નિવેદનો અને અન્ય વિગતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
