VADODRA NEWS/ વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, વડોદરાના વિકાસે ઉભી કરી ચિંતા

છેલ્લા પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં 167નો નોંધપાત્ર વધારો થયો છે, જે શહેરના પર્યાવરણ અને નદીની આસપાસના વિસ્તારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

Top Stories Gujarat

Vadodra News:વડોદરાની વિશ્વામિત્રી નદી, જે શહેરની જીવાદોરી ગણાય છે, તે હવે મગરોની વધતી જતી સંખ્યાને કારણે ચર્ચામાં છે. ગીર ફાઉન્ડેશન અને રાજ્યના વન વિભાગ દ્વારા છ મહિના અગાઉ કરવામાં આવેલી મગરોની વસ્તી ગણતરીમાં નદીમાં 442 મગરો હોવાનું બહાર આવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં 167નો નોંધપાત્ર વધારો થયો છે, જે શહેરના પર્યાવરણ અને નદીની આસપાસના વિસ્તારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

વિશ્વામિત્રી નદીના અકોટાથી દેણા વચ્ચેના 11 કિલોમીટરના પટમાં 220 મગરો નોંધાયા છે, જે 20 વર્ષ પહેલાં નદીના 23 કિલોમીટરના સમગ્ર પટમાં હતા. આ આંકડો દર્શાવે છે કે મગરોની વસ્તી નદીના ચોક્કસ વિસ્તારોમાં કેન્દ્રિત થઈ રહી છે.

નદીના વિવિધ પટોમાં મગરોની સંખ્યા

મુજમહુડાથી વડસર: 42 મગરો

વડસરથી કલાલી: 48 મગરો

અકોટાથી મુજમહુડા: 55 મગરો

કલાલીથી તલસટ: 77 મગરો

અકોટાથી દેણા: 220 મગરો

વડોદરાના ઝડપી શહેરીકરણ અને વિકાસના પ્રોજેક્ટ્સને કારણે મગરોના કુદરતી નિવાસસ્થાનો નષ્ટ થઈ રહ્યા છે. ખાસ કરીને, માંજલપુરના બે તળાવો અને ભીમતળાવ જેવી જળાશયો પૂરી નાખવામાં આવી છે, જ્યાં અગાઉ મગરોનો વસવાટ હતો. આવી સ્થિતિમાં મગરો પાસે વિશ્વામિત્રી નદીમાં આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

આ ઉપરાંત, નર્મદા કેનાલની નજીક હોવાને કારણે તેના મગરો પણ વિશ્વામિત્રી નદીમાં ઘૂસી રહ્યા છે. આ બે મુખ્ય કારણો મગરોની સંખ્યામાં થયેલા આ નોંધપાત્ર વધારા માટે જવાબદાર છે.

વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યાનો ઐતિહાસિક ડેટા

2010: 155 મગરો

2011: 205 મગરો

2015: 260 મગરો

2020: 275 મગરો

2025: 443 મગરો

આ આંકડા દર્શાવે છે કે 2015થી 2020 દરમિયાન મગરોની સંખ્યામાં માત્ર 15નો વધારો થયો હતો, પરંતુ 2020થી 2025 દરમિયાન 168 મગરોનો ઉમેરો થયો, જે ચોંકાવનારો ટ્રેન્ડ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી પછી હવે અમદાવાદના ધોળકામાં રોડ પર મગર

આ પણ વાંચો:લો બોલો! મગર હવે સ્કૂટર પર સવાર…વડોદરામાં મહાકાય મગરનો ત્રાસ યથાવત્

આ પણ વાંચો:વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર…