Vadodara News/ વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર…

વન વિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર ઝડપથી દોડી ગઈ હતી અને તેમણે જોયું કે મગર એક ઘરના દરવાજા પર આરામ કરી રહ્યો છે. મગરને કાબૂમાં કરવો…..

Top Stories Gujarat Vadodara
Image 2024 08 29T144328.892 વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર...

Vadodara News: વડોદરાના (Vadodara) ફતેહગંજ વિસ્તાર નજીકના કામનાથ નગરના રહેવાસીઓ મગરને જ (Crocodile) જોઈ આશ્ચર્ય પામી ગયા હતા. મહાકાય મગર પૂરના પાણીમાંથી પસાર થઈને શહેરમાં વિશ્વામિત્રી નદી પાસે આવેલી વસાહતના એક ઘર સુધી પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ 15 ફૂટ લાંબા મગરને જોઈ તુરંત વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળ પર ઝડપથી દોડી ગઈ હતી અને તેમણે જોયું કે મગર એક ઘરના દરવાજા પર આરામ કરી રહ્યો છે. મગરને કાબૂમાં કરવો અઘરો હોવાથી વન વિભાગના લોકોએ સાવચેતીપૂર્વક બચાવ કાર્ય હાથ ધરવું પડ્યું હતું. એક કલાકની જહેમત બાદ વિભાગ દ્વારા મગરને બચાવી લેવામાં આવ્યો હતો. અન્ય 11 ફૂટ લાંબા મગરને સમા વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે મોડી રાત્રે પૂરના પાણીમાં મગર તરતો જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં બે દિવસથી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. જે લગભગ 300 મગરોનું ઘર છે. શહેરમાં પાણી ઢોળાઈ જતાં આમાંથી ઘણા મગર શહેરી વિસ્તારોમાં ઘૂસી ગયા છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) કારણે પૂર આવતા વડોદરા પાણીમાં ડૂબાઈ ગયું હતું. સમગ્ર શહેરમાં વરસાદે તારાજી સર્જી છે હવે વરસાદી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યાં છે. તો મહાકાય મગરોનો (Crocodile) ત્રાસ વધી રહ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે વિશાળકાય મગર દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વન વિભાગની રેસ્ક્યુ ટીમની ત્રણ ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.