Gujarat News/ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં આફતના સમયમાં પ્રસ્તુત માર્ગદર્શન અને સહયોગ માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે નાગરિકોના અને પશુધનના…….

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાના (Vadodara) લોકો માટે PM મોદીએ (Prime Minister) ચિંતા વ્યકત કરી છે.  આજે ફરી PM મોદીએ સીએમ (Chief Minister) ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી રાજ્યમાં પૂર અંગે CM પાસે સમગ્ર ચિતાર મેળવ્યો છે. કેન્દ્ર તરફથી તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે.

પીએમ મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની (Heavy Rain) સ્થિતિને લઈ સીએમ પટેલ જોડે ટેલીફોનિક વાતચીત કરી છે. તેમજ રાહત કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી છે. પીએમ મોદીએ જરૂરિયાતમંદોને મદદ કરવાની ખાતરી પૂરી પાડી છે.

પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં આફતના સમયમાં પ્રસ્તુત માર્ગદર્શન અને સહયોગ માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે નાગરિકોના અને પશુધનના સુરક્ષાને લઈને યોજાયેલી કડક કાર્યવાહીનો આભાર માન્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરિયાત મુજબ સહયોગ કરવાની ખાતરી આપી છે. ગુજરાતમાં સ્થિતિને લઈને પ્રધાનમંત્રીએ સતત ધ્યાન આપ્યું છે, અને કુદરતી આફતના સમયે તેમણે સુઝબૂઝ અને માર્ગદર્શન આપવાની બધી શક્યતાઓ કરવામાં આવી છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ પર પીએમની ચાંપતી નજર

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 99ના મોત, હજારોનું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ