Vadodara News/ વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

આવી જ બીજી ઘટના વડોદરામાં કામનાથનગર રોડ પર બની હતી જ્યાં 15 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લવાયો હતો…….

Top Stories Gujarat
Image 2024 08 29T135619.822 વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

Vadaodara News: વડોદરામાં (Vadaodara ) વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) કારણે પૂર આવતા વડોદરા પાણીમાં ડૂબાઈ ગયું હતું. સમગ્ર શહેરમાં વરસાદે તારાજી સર્જી છે હવે વરસાદી પાણી ધીરે ધીરે ઓસરી રહ્યાં છે. તો મહાકાય મગરોનો (Crocodile) ત્રાસ વધી રહ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અવસર પાર્ટી પ્લોટ પાસે વિશાળકાય મગર દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વન વિભાગની રેસ્ક્યુ ટીમની ત્રણ ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

વન વિભાગના એક અધિકારીનું કહેવું છે કે અવસર પાર્ટી પ્લોટ પાસે એક મહાકાય મગર આવેલો છે જે કદમાં મોટો હોવાની માહિતી મળી હતી. ઘૂંટણ સુધીના વરસાદના પાણીમાં વન્ય પ્રાણી મગરને ટીમની ત્રણ કલાકની ભારે જહેમત બાદ  મહાકાય 10 ફૂટના મગરનું સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આવી જ બીજી ઘટના વડોદરામાં કામનાથનગર રોડ પર બની હતી જ્યાં 15 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લવાયો હતો. કામનાથ નગર ઘરમાં પાણી ઊતરતા મગર જોવા મળ્યો હતો. મગરના રેસ્ક્યૂની કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓએ સાથે મળીને કરી હતી.

માહિતી મુજબ હાલમાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યા  છે. વરસાદ બંધ થતાં વિશ્વામિત્ર નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, ત્યારે મગર માનવ વસ્તી તરફ જઈ રહ્યા છે. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો વસવાટ કરે છે.

વન્યજીવ સુરક્ષા કાયદો, 1972 અંતર્ગત મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. આથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. આઈયુસીએન સ્ટેટસમાં તે લુપ્ત થવાના આરે (Critically Endangered) છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

આ પણ વાંચો:વડોદરા માટે રાહતઃ નદીની સપાટીમાં ચાર ફૂટ ઘટાડો થઈ શકે

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટને વટાવી જતાં કાલા ઘોડા બ્રિજ બંધ કરાયો