Vadodara News/ વડોદરા માટે રાહતઃ નદીની સપાટીમાં ચાર ફૂટ ઘટાડો થઈ શકે

વડોદરા માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા બંધ કર્યા છે. નદીની સપાટીમાં ચાર ફૂટ જેટલો ઘટાડો થઈ શકે છે. કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા બંધ કર્યા છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા બંધ કર્યા છે. નદીની સપાટીમાં ચાર ફૂટ જેટલો ઘટાડો થઈ શકે છે. કોર્પોરેશને આજવા સરોવરના 62 દરવાજા બંધ કર્યા છે. નદીની સપાટીમાં ચાર ફૂટ જેટલો ઘટાડો થઈ શકે છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલમાં 35.25 ફૂટ છે. નદીની સપાટીમાં 4 ફૂટ જેટલો થઈ શકે છે ઘટાડો, વિશ્વામિત્રી નદીની સપાટી હાલમાં છે 35.25 ફૂટ છે. આજવા સરોવરની સપાટી છે 213.70 ફૂટ છે.

વડોદરા શહેરના આજના ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે, જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિનો પણ નિર્માણ થયું છે. જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. 15 લોકોના દિલધડક રેસ્ક્યૂના દૃશ્યો સામે આવ્યા છે. હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે. માંજલપુરની વનલિલા સોસાયટીમાં આખેઆખી કારો અને અડધી બસો ડૂબી ગઈ છે. સમા વિસ્તારમા બુલ્ડોઝરમાં બેસાડીને લોકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં આવેલ હરણી વિસ્તાર છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બેહાલ છે. જેમાં આવેલા અસંખ્ય ફ્લેટ મકાનોમા વરસાદના પૂરના પાણી ભરાયેલા છે, જેના કારણે વિસ્તારમાં લાઈટ નથી. તેમજ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. સાથે ડમરૂ સર્કલથી સમા હરણી લિંક રોડ પર વરસાદના પૂરના પાણીને કારણે રોડ-રસ્તા બંધ હાલતમાં છે.

હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે. તેને પણ તોડી પાડવાની માગ છે. સાથે હરણીમા આવેલ અસંખ્ય ફ્લેટધારકો આવાસોના તમામ નાગરિકો ફસાઇ ગયા છે. વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો, ધારાસભ્યો, સાંસદ કોઈ જ જોવા આવ્યા નથી. વડોદરા મહાનગરપાલિકાના મેયર, ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી છે કે, હરણી વિસ્તારની તાત્કાલિક મુલાકાત લેવા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દસાડા તાલુકામાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 99ના મોત, હજારોનું સ્થળાંતર

આ પણ વાંચો:ગુજરાત બન્યું આસામ, 33માંથી 28 જિલ્લામાં હાઇ એલર્ટ