Pakistan News: આખરે પાકિસ્તાન (Pakistan)ની અકકલ ઠેકાણે આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ના અધ્યક્ષે કહ્યું કે હવે PCBમાં ખેલાડીઓની પસંદગી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી કરવામાં આવશે. PCB ચીફ મોહસિન નકવીએ મંગળવારે કહ્યું કે ચેમ્પિયન્સ કપના 150 ખેલાડીઓમાંથી 80%ની પસંદગી કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવી હતી. પસંદગી સમિતિએ માત્ર 20% ખેલાડીઓની પસંદગી કરી હતી. પાકિસ્તાને આ વર્ષે ODI ફોર્મેટ ચેમ્પિયન્સ કપની નવી સ્થાનિક ટૂર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં દેશના ટોચના 150 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 12 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તમામ મેચો ઈકબાલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાનમાં છેલ્લી 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માર્ચ 2022માં યોજાઈ હતી.
નકવીએ મંગળવારે ચેમ્પિયન્સ કપ (Champion Cup) માટે 5 મેન્ટર્સની જાહેરાત કરી હતી . મિસ્બાહ ઉલ-હક, સકલેન મુશ્તાક, સરફરાઝ અહેમદ, શોએબ મલિક અને વકાર યુનિસ પાંચ ટીમોના મેન્ટર હશે. દરેકનો કરાર 3 વર્ષ માટે રહેશે. જો કે, હજુ સુધી ટુકડીઓ અને ટીમોના નામ નક્કી કરવામાં આવ્યા નથી.

પાકિસ્તાને આ વર્ષે ODI ફોર્મેટ ચેમ્પિયન્સ કપની નવી સ્થાનિક ટૂર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં દેશના ટોચના 150 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 12 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. નકવીએ મંગળવારે ચેમ્પિયન્સ કપ માટે 5 મેન્ટર્સની જાહેરાત કરી હતી . મિસ્બાહ ઉલ-હક, સકલેન મુશ્તાક, સરફરાઝ અહેમદ, શોએબ મલિક અને વકાર યુનિસ પાંચ ટીમોના મેન્ટર હશે. દરેકનો કરાર 3 વર્ષ માટે રહેશે. જો કે, હજુ સુધી ટુકડીઓ અને ટીમોના નામ નક્કી કરવામાં આવ્યા નથી.
પીસીબી ક્રિકેટ બોર્ડે કબૂલાત કરી કે ટીમના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીની વાતથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન પાસે સારા ખેલાડીઓ નથી, પસંદગી સમિતિમાં મોટી સમસ્યા છે. અત્યારે સારા ખેલાડીઓની અછત છે. ટીમની પસંદગી માટે પસંદગીકારો પાસે મજબૂત ખેલાડીઓ નથી. નોંધનીય છે કે હાલમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે બહુ ખરાબ દેખાવ કર્યો. આ ઘટનાએ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. રાવલપિંડી ટેસ્ટમાં 10 વિકેટ ગુમાવ્યા બાદ પૂર્વ ક્રિકેટરના નિવેદનો સામે આવી રહ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ દ્વારા 10 વિકેટથી મળેલી હારને નિરાશાજનક ગણાવી છે. તેણે કહ્યું કે પાકિસ્તાન પાસે સારા ખેલાડીઓનો મજબૂત પૂલ નથી જે જરૂર પડ્યે રાષ્ટ્રીય ટીમમાં ખેલાડીઓને બદલી શકે. નકવીએ કહ્યું, “આ હાર ખૂબ જ નિરાશાજનક છે. સમસ્યા એ છે કે પસંદગી સમિતિ પાસે એવા ખેલાડીઓનો પૂલ નથી જે જરૂર પડ્યે સિનિયર ખેલાડીઓને બદલી શકે.
પાકિસ્તાને તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2021માં રાવલપિંડીમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરની ધરતી પર જીતી હતી. આ દરમિયાન તેને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને સીરિઝની શરૂઆતની મેચમાં નિષ્ણાત સ્પિનર વિના પ્રવેશ કર્યો હતો. તેણે ચાર ઝડપી બોલરોને ટીમમાં રાખ્યા પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો.
નકવીએ કહ્યું કે, બાંગ્લાદેશ સામેની હાર દુઃખદ છે પરંતુ પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટને 17 ખેલાડીઓ આપ્યા હતા. જો કોચ કે કેપ્ટન આમાંથી કેટલાક ખેલાડીઓને બહાર રાખે છે તો તે તેમનો નિર્ણય છે. તેણે ભૂલ કરી હશે પરંતુ તેને પસંદગી સમિતિ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો:પાકિસ્તાનની સંસદમાં હવે બિલાડીઓની થશે ભરતી,12 લાખનું બજેટ રજૂ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:પાકિસ્તાનના પંજાબમાં ડાકુઓનો હુમલો, 11ના પોલીકર્મીના મોત, મૃત્યુઆંક વધવાની સંભાવના
આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?
