Gujarat News/ 12 કલાકથી અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ,સાંતલપુરમાં 8 લોકોનું રેસ્ક્યૂ

ભારે વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (Ahmedabad Rajkot Highway Closed)પર બાવળા નજીક પાણી ભરાઈ જતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે

Top Stories Gujarat Others
ભારે વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (Ahmedabad Rajkot Highway Closed)પર બાવળા નજીક પાણી ભરાઈ જતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે

Gujarat News : ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 265 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.ભારે વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (Ahmedabad Rajkot Highway Closed)પર બાવળા નજીક પાણી ભરાઈ જતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે

હવામાન વિભાગે આજે (25 જુલાઈ) રાજ્યના 7 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી સાથે રેડ એલર્ટ (Red Alert)જાહેર કર્યું છે. ઉપરાંત 15 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદી, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (Ahmedabad Rajkot Highway Closed)પર બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો

ભારે વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક પાણી ભરાઈ જતા બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો છે. ગેલોપ્સ પાર્ક નજીક પૂરના પાણીમાં ફસાયેલા અંદાજે 900 લોકોને પોલીસ અને SDRFની ટીમોએ સુરક્ષિત સ્થળે પહોંચાડવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. વાહનચાલકોને બગોદરા-વેજળકા થઈ ધોલેરા એક્સપ્રેસ હાઈવે તરફ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

રાજ્યમાં શુક્રવારે 40,500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોને વિવિધ સ્થળોએથી સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. સુરત અને નવસારી સહિત અનેક જિલ્લામાં પૂરની ઘટનાઓમાં જાનહાનિ પણ નોંધાઈ છે.

સાંતલપુરના ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર બંધ પડી જતા તેમાં ફસાયેલા 8 મુસાફરોને સ્થાનિક યુવાનો અને પોલીસે મળીને સફળતાપૂર્વક બચાવ્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચાડા ગામમાં મધરાતે બોટ મારફતે 6 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

ઊંઝા શહેરમાં ભારે વરસાદ (Heavy Rain(અને પવનના કારણે ખીજડાનું ઝાડ તૂટી પડતાં શ્રમજીવી મહિલા રમીલાબેન કથોડીનું મોત થયું હતું. જ્યારે વિરપુર પાસે પાણીમાં તણાયેલી કારના બનાવમાં 26 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ 70 વર્ષીય ભીખાભાઈ ડોબરીયાનો મૃતદેહ મળી આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોના લોકોને સતર્ક રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સાંતલપુરના લોદરા-દહીસર માર્ગ પર પાણીના જોરદાર પ્રવાહમાં એક ટ્રક પલટી જતાં માર્ગ વ્યવહાર પર અસર પડી છે.

નવસારી જિલ્લામાં પૂર બાદની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં પૂરગ્રસ્ત 50 હજારથી વધુ લોકોને ઝડપથી રાહત, આરોગ્ય સેવાઓ અને જરૂરી સહાય પહોંચાડવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.


આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ