Mehsana Rain Alert: મહેસાણા જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી (Mehsana Weather Update)ને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તકેદારીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે.
Mehsana Weather Update: આગામી 48 કલાક ભારે વરસાદ
જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના હોવાથી લોકો અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર ન નીકળે.
કલેક્ટરે ખાસ કરીને લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને જોખમી સ્થળોએ જવાનું ટાળવા જણાવ્યું છે. ભારે વરસાદ (Mehsana Weather Update) દરમિયાન નદી, નાળા અને કોઝવે પરથી પસાર થવાનું ટાળવા તેમજ કોઈપણ જોખમ ન ખેડવાની પણ અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે. બચાવ દળો, આરોગ્ય વિભાગ, માર્ગ અને વીજ પુરવઠા સંબંધિત ટીમોને પણ જરૂરી તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈપણ ઈમરજન્સીમાં જિલ્લા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.
આ પણ વાંચો:મહેસાણાના કડીમાં વરસાદનો કહેર: જળબંબાકાર વચ્ચે મકાનો ધરાશાયી, થોળમાં વૃદ્ધ દંપતીના મોત
આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
આ પણ વાંચો:ભાભરમાં 9.6 ઇંચ વરસાદથી જળબંબાકાર: રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો, નગરપાલિકા સામે લોકોમાં રોષ
