Bhabhar Rain News: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભાભર શહેરમાં માત્ર થોડા કલાકોમાં જ 9.6 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં જળબંબાકાર (Bhabhar Waterlogging) જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
Bhabhar Waterlogging: વહેતા પાણીથી જનજીવન ખોરવાયું
ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જાહેર રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે અનેક સ્થળોએ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાભર નગરપાલિકા કચેરીના પરિસરમાં પણ વરસાદી પાણી (Bhabhar Waterlogging) ભરાઈ ગયા છે, જેના કારણે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોમાં પાણી ભરાવા (Bhabhar Waterlogging)ની સમસ્યાને લઈને નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના ખોટા સંદેશાઓ કે અફવાઓ ફોરવર્ડ ન કરે અને જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે અને પાણીની સ્થિતિ ગંભીર બનશે તો જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે.હાલ ભાભર સહિત સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ
આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
