Ahemdabad News: અમદાવાદમાં ભારે વરસાદ બાદ બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે પાણીમાં ઉતરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સ્થળ પર જ અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ જરૂરી માનવબળ અને સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનું કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત બોપલ (Bopal) અને ઘુમા વિસ્તારની મુલાકાત લઈને પૂર જેવી સ્થિતિનો જાતે તાગ મેળવ્યો હતો. તેમની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel)અને અમદાવાદના મેયર હિતેશ બારોટ (Hitesh Barot)પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી.
પાણીમાં ઉતરી લોકોને મળ્યા, અધિકારીઓ સાથે સમીક્ષા કરી
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પોતે પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય, શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
આંબલી અને ઘુમા વિસ્તારમાં પણ સ્થિતિનું કર્યું નિરીક્ષણ
આંબલી અને ઘુમા સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને વરસાદી પાણી ભરાવાની સ્થિતિનો જાતે તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓ પાસેથી સ્થળ પર જ માહિતી મેળવી હતી.
ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા, પોલીસ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, રાહત કામગીરી અને નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા તાત્કાલિક સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેઅધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવા માટે જરૂરી માનવબળ, મશીનરી અને અન્ય સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ અને લોકોને જરૂરી સહાય સમયસર પહોંચે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી કામગીરી કરવાની પણ સૂચના આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ
આ પણ વાંચો: નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
