Junagadh: ગુજરાતમાં પેટાચૂંટણીના (Byelection) પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અગ્રણીઓનો આંતરિક વિખવાદ બહાર આવવા લાગ્યા છે. કોંગ્રેસના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ (Jignesh Mevani) હાલમાં કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે તેની સામે બળાપો વ્યક્ત કર્યો છે અને છેક હાઈકમાન્ડ સુધી ફરિયાદ કરી છે. તેના પછી એટલે ન અટકતા તેમણે ટ્વીટ પણ કરી હતી.
આમ જિજ્ઞેશ મેવાણીએ પક્ષની આંતરિક બાબતોને લઈને જાહેરમાં લૂગડા ધોવાનું ચાલુ કરતાં પક્ષપ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisingh Gohil) જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય. તેનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર જ અપાય. આ બધું કંઈ જાહેરમાં ટ્વીટ કરીને કરવાનું ન હોય.
જિજ્ઞેશ મેવાણી તેમના મિત્રને કડીમાંથી ટિકિટ ન મળતા તે ભડક્યા હોવાનું માનવામાં આવે છે. તેના કારણે તેમણે પક્ષ સામે બળાપો કાઢ્યો હતો. તેમણે ફૂટેલી કારતૂસની વાતે વાત ખાસ્સી ચર્ચાના એરણે ચઢાવી છે. આમ કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જ કમઠાણ જોવા મળ્યું . વાત વધવાના લીધે પક્ષપ્રમુખે મેદાનમાં ઉતરવું પડ્યું છે.
જુનાગઢમાં વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક મળી હતી અને તેમા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલ વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ એકજૂટ થઈને લડે તે માટે વિસાવદર કોંગ્રેસના દરેક વોર્ડ પ્રમુખને પણ પક્ષની બેઠકમાં બોલાવ્યા હતા. તેમને સરકારની નિષ્ફળતા કઈ રીતે લોકો સમક્ષ લઈ જવી અને લોકોને તેના અંગે સમજાવવા તેનું માર્ગદર્શન આપ્યું હતું.
વિસાવદરમાં અરવિંદ કેજરીવાલના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ જેલમાં જઈ આવ્યા પછી આક્ષેપો જ કરે છે. તેઓ કોઈ તથ્ય સાથા બહાર આવ્યા હોત તો વધારે સારું હતું. તેમને તો પ્રેક્ટિકલ અનુભવ છે કે આરોપો શું હોય છે અને કેવી રીતે ઘડાય છે.
મનરેગા કૌભાંડ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકાર ભાજપની છે અને એજન્સીઓ તપાસ કરે છે. હવે તેમા જે દોષિત થાય તેની સામે કાર્યવાહી કરવાની હોય. હાલમાં તો ભાજપના જ મંત્રીના બે પુત્રો જેલમાં છે. ગુનેગાર ફક્ત ગુનેગાર જ હોય છે. તેની સામે કાયદા મુજબની કાર્યવાહી થવી જ જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!
આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી, પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ ઝંપલાવશે
